Placeholder canvas

વાંકાનેર:પોલીસે શહેરમાંથી 2 અને રાજગઢમાંથી 4 જુગારી પકડી પાડયા

વાંકાનેર : શહેર પોલીસ અને તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડામાં 6 જુગારને પકડી પાડ્યા છે. જેમાં રાજગઢ ગામે તાલુકા પોલીસે 4 સીટી અને શહેર પોલીસે 2 જુગારીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે અમરસિંહજી હાઈસ્કૂલ સામે જાહેરમાં જુગાર રમી રહેલા સલીમભાઈ દાઉદભાઈ વડગામા અને કાસમભાઈ સલીમભાઈ બશેર નામના શખ્સને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કર્યા હતા.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે રાજગઢ ગામમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જયસુખભાઈ છેલાભાઈ દંતેસરિયા, મુન્નાભાઈ કેશુભાઈ ચૌહાણ, ધનજીભાઈ ઉર્ફે હકુભાઈ અઘેરા અને અશોક લઘુભાઈ કુકાવાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,750 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો