મોરબી જિલ્લાની 4 પાલિકાઓને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 11 કરોડની ગ્રાન્ટ મળી
ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્યની દરેક નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે મોરબી જિલ્લાની ચાર પાલિકાઓને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 11 કરોડની ગ્રાન્ટ ફળવાઈ છે. જેમાં મોરબી પાલિકાને રૂ. 5 કરોડ, હળવદ નગરપાલિકાને રૂ. 2.50 કરોડ, વાંકાનેર પાલિકાને અઢી કરોડ અને માળીયા પાલિકાને રૂ. 1 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
મોરબીની કલેકટર કચેરી ખાતે ગઈકાલે મંત્રી સોરભભાઈ પટેલ અને સ્વર્ણિમા 20 મુદા અમલીકરણના અધ્યક્ષ આઈ. કે. જાડેજાના હસ્તે મોરબી જિલ્લાની ચારેય નગરપાલિકાને ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પ્રમુખ કેતન વિલપરા, હળવદના ચીફ ઓફિસર સાગર રાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી નગરપાલિકામા આ ગ્રાન્ટ વણ વપરાયેલી રહેતી હોવાથી સોરભ પટેલ અને આઈ. કે. જાડેજાએ મોરબી પાલિકાને ટકોર કરી હતી કે આ ગ્રાન્ટનો સદુપયોગ કરવા માટે વ્યવસ્થિત આયોજન કરી લોકોના કામ માટે વાપરવાની તાકીદ કરી હતી. સરકાર તો ગ્રાન્ટ પુરી ફાળવે છે પણ તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…