મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 37 શખ્સો પકડાયા

મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ જુગાર રમતા લોકોને પકડી પાડવા રેઇડ પાડવામાં આવી હતી. આ દરમિયાન મોરબી, માળીયા (મી.) અને વાંકાનેરમાં જુગાર રમતા કુલ 37 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

વાંકાનેર સીટી પોલીસ દ્વારા મીલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં જુગાર રમતા 10 શખ્સોને કુલ રોકડ રકમ રૂ. 22,280 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તાલુકાના પલાસડી ગામે શંકર ભગવાન મંદીરના પાછળ આવેલ રહેણાક મકાન પાસે જાહેરમાં જુગાર રમી રહેલા 10 લોકોને પકડી પાડી રોકડ રૂ. 11,250 જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત, માળીયા મીંયાણા પોલીસ દ્વારા કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા 2 લોકોને રોકડ રૂ. 720 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો