Placeholder canvas

રવિવારે રેકર્ડબ્રેક: મોરબી જિલ્લામાં મોડી રાત્રે વધુ 5 કેસ નોંધાયા…

રવિવારે રેકર્ડબ્રેક 25 કેસ… માળિયામાં નોંધાયો પ્રથમ કેસ.

મોરબી : રવિવારે કોરોના એ મોરબી જિલ્લામાં રેકોર્ડ કર્યો છે, રવિવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં 20 કેસ નોંધાયા બાદ મોડી રાત્રીના વધુ 5 કેસ નોંધાયા છે. આ સાથે આજે રવિવારે રેકર્ડબ્રેક 25 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 248 કેસ થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આજે સાંજે 20 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ મોડી રાત્રીના વધુ 5 કેસ નોંધાયા હતા. જેમાં મોરબી 2 અને હળવદમાં પણ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક કેસ માળીયા તાલુકામાં નોંધાયો છે. જેમાં વેણાસર ગામે રહેતા 16 વર્ષના સગીરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માળીયા મિયાણા તાલુકાનો પ્રથમ કેસ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં રવિવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં કુલ 20 કેસ નોંધાયા હતાં. ત્યાર બાદ વધુ 5 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે આજના રેકર્ડબ્રેક કુલ કેસ 25 થયા છે. જેમાં 1 માળીયા, 3 હળવદ અને 21 મોરબીમાં નોંધાયા છે. મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 248 પર પહોંચ્યો છે. હવે અઢી સદીમાં બે ઓછા રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો