મોરબી: ડીડીઓ બાદ ડીઇઓ બી.એમ.સોલંકી કોરોના સંક્રમિત થયા
મોરબી: છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસ સતત વધી રહેલ છે, એક પછી એક અધિકારી કોરોનાની ઝપટે ચડી રહયા છે. મોરબી જિલ્લાના ડીડીઓ બાદ હવે ડીઇઓ પણ કોરોના સંક્રમિત થયા છે.
મોરબી જીલ્લા ડીઇઓ બી.એમ. સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને તેઓ હાલ હોમ આઈસોલેશનમાં હોવાનું જણાવ્યુ છે. છેલ્લા દિવસોમાં જે લોકો તેમના સંપર્કમાં આવેલ હોય તેઓ પણ કોરોના રીપોર્ટ કરાવે તેવી અપીલ કરેલ છે.