વાંકાનેર: રાણેકપર ગામના લોકોને પીવા માટે નર્મદાનું પાણી આપો. -જાહિર શેરસીયા

વાંકાનેર: રાતેદેવડી જિલ્લા પંચાયતના સીટના સદસ્ય જાહીર અબ્બાસ શેરસીયા પોતાના મતક્ષેત્રના રાણેકપર ગામ ના પ્રવાસે ગયા હતા ત્યારે આ ગામના લોકોએ તેમની સમક્ષ પીવા માટે નર્મદાનું પાણી ન મળતું હોવાની રજૂઆત કરી હતી.

આ રજૂઆતને અનુસંધાને જાહીર શેરસીયાએ નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વાંકાનેર લેખિત રજૂઆત કરીએ છે કે હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે આ ગામને પીવાના પાણીની ખૂબ તકલીફ હોય તો તાત્કાલિક નર્મદાનું પાણી ગામ લોકોને મળે તે માટે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો