મોરબી: 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, હેવાનિએ બાળકીને પિંખી નાંખી

મોરબી : મોરબીના કંડલા બાયપાસ પાસે પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી એક શખ્સે તેણી પર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવની ફરિયાદ પીડિતાની માતાએ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ કંડલા બાયપાસ પાસે પરિવાર સાથે રહેતી તેર વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી બળજબરી પૂર્વક શાહરુખ હારુનભાઈ કટીયા રહે. રાજકોટ વાળાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કામમાં મોમાયાભાઈ રહે. વાંકાનેર તથા સોનલ જ્યેન્દ્રભાઈ ચુડાસમાએ મદદ કરી હતી. આરોપી શાહરુખને સગીરા પર દુષ્કર્મ ગુજારવા માટે સોનલે તેના ઘેર જગ્યા કરી આપી હતી. મોરબીમા રહેતી સોનલ તથા મોમયાભાઈ અને શાહરૂખે દુષ્કર્મના બનાવ બાદ સગીરાને, જો કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી ડરી ગયેલી બાળાએ કોઈને વાત કરી ન હતી. પરંતુ બે માસ પહેલા બનેલા બનાવની જાણ હાલમાં જ પીડિતાની માતાને થતા તેઓ ચોંકી ગયા હતા અને પુત્રી પાસેથી સમગ્ર હકીકત જાણી મોરબી એ.ડીવી.પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુખ્ય આરોપી શાહરુખ તેમજ તેને મદદગારી કરનાર મહિલા સહિતના આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો