વાંકાનેર: વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફીનાઇલ પીધું : 13 સામે ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરમાં રહેતા યુવાને આંખની સારવાર માટે વ્યાજે રૂપિયા લીધા બાદ આર્થિક ભીંસને કારણે રૂપિયા પરત ન ચૂકવી શકતા 13 વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપતા અંતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને ફીનાઇલ પી લીધું હતું. જેમાં યુવાન બચી જતા તેણે આ બનાવ અંગે 13 વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી અશોકભાઇ પ્રેમજીભાઇ દેકાવડીયા (ઉ.વ ૩૭, રહે. વાંકાનેર નવાપરા પંચાસર રોડ, હનુમાનજીના મંદિર પાસે) વાળાએ આરોપીઓ ભીખાભાઇ (રહે. વાંકાનેર મીલ સોસાયટી), નીલેષભાઇ મનસુખભાઇ (રહે. મોરબી), જનકભાઇ મનસુખભાઇ કોળી (રહે વાંકાનેર નવાપરા), દિપકભાઇ (રહે વાંકાનેર પાટાવાળી મેલડીમાના મંદીર પાસે), રાહુલભાઇ ડાંગર (રહે વાંકાનેર જડેશ્વર ચેમ્બર પાછળ), લાલાભાઇ રાજુભાઇ સાદરીયા (રહે વાંકાનેર નવાપરા), જગદીશભાઇ ધીરૂભાઇ (રહે વાંકાનેર નવાપરા), સંજયભાઇ ટીડાણી, લાખાભાઇ ટીડાણી (રહે બન્ને વાંકાનેર નવાપરા), શકિતસિંહ દરબાર (રહે વાંકાનેર નવાપરા પાસે), સીધ્ધરાજભાઇ ડાંગર (રહે વાંકાનેર જડેશ્વર ચેમ્બર પાછળ), નથુભાઇ ધામેચા (રહે નવાગામ તા.જિ.રાજકોટ), શૈલેષભાઇ દલસાણીયા (રહે વાંકાનેર નવાપરા) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીએ પોતાની આંખની સારવાર માટે આરોપીઓ પાસેથી અલગ-અલગ તારીખ સમયે અલગ-અલગ રકમ અલગ-અલગ વ્યાજ દરે લીધેલ હોય, જે પોતે આર્થીક ભીંસના કારણે સમય મર્યાદામા નહી ચુકવી શકતા આરોપીઓએ ફરીયાદીને વ્યાજે રૂપીયા આપી તેની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આથી, આ વ્યાજખોરોના ત્રાસથી કંટાળાથી ફરિયાદીએ પોતાની જાતે થોડુ ફીનાઇલ તેમજ ઘેનની ટીકડી ખાઇ લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર લીધા બાદ યુવાન બચી જતા તેણે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો