Placeholder canvas

અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ગુજરાતમાં ચોમાસું નબળું પડયું

ગુજરાત : નૈઋત્યનું ચોમાસુ પ્રતિકૂળ વાતાવરણને કારણે ભારતના અલગ અલગ રાજ્યોમાં આગળ વધી રહ્યું છે. જોકે ગુજરાતમાં ચોમાસાને લઈને ચિંતાજનક સ્થિતનું નિર્માણ થયું છે.ભલે ગુજરાતમાં 9 દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું હોય પણ હાલ ગુજરાતમાં ચોમાસાની સ્થિત નબળી છે.

કારણ કે, 9મી જૂને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના આગમનના 48 કલાકમાં જ સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ગયું હતું. જેને લઈને સમગ્ર ગુજરાતમાં ચોમાસુ વહેલું આવશે તેવી અનુમાન હતું.પરંતુ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત અને અરબી સમુદ્રમાં સમયસર ન સર્જાતા નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી આગળ વધી શક્યું નથી.

અત્યાર સુધી નૈઋત્યનું ચોમાસાનું ભારતના મોટાભાગના રાજ્યોમાં આગમન થઈ ચૂક્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેસરના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પણ સમયસર ચોમાસાનું આગમન થયું અને પૂર્વોત્તર રાજ્યોમાં સારો વરસાદ વરસ્યો છે. પરંતુ તાઉ’તે વાવાઝોડા પછી અરબી સમુદ્રમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી.

જેને કારણે નૈઋત્યનું ચોમાસુ આગળ વધી શક્યું નથી. અને આ જ કારણથી રાજ્યમાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. 1 જૂન થી 14 જૂન સુધી ગુજરાતમાં 25 MM જેટલો વરસાદ વરસવાને બદલે માત્ર 12 MM જ વરસાદ વરસ્યો છે.એટલે કે હાલ ગુજરાતમાં 13 MM જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે.

હાલની પરિસ્થિતિને જોતા રાજ્યમાં એકપણ જિલ્લામાં ભારે વરસાદના કોઇ એંધાણ નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ્યાં ચોમાસાનું આગમન થયું છે એવા જ જિલ્લાઓમાં માત્ર સામાન્ય વરસાદની આગાહી આગામી 5 દિવસ દરમ્યાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નીચેની લીંક પર ક્લિક કરીને google ફોર્મ ભરો….

https://forms.gle/yLMmfiEwooHXPsj96

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં 16, 17 અને 18 જૂને દરિયાકાંઠાના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ દરમ્યાન વરસાદ વરસે તેવી શક્યતાઓ નહિવત છે.જેના કારણે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી છે.

આ સમાચારને શેર કરો