Placeholder canvas

વાંકાનેર: મોબાઈલના હપ્તા ન ભરનાર શખ્સે ટ્રાન્સપોર્ટરને ધોકાવ્યા

વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટરે પરિચિતને હપ્તે મોબાઈલ લઇ દીધા બાદ આ શખ્સ મોબાઈલના હપ્તા ન ભરતો હોવાથી નિયમિત હપ્તા ભરવાનું કહેતા બે શખ્સોએ ટ્રાન્સપોર્ટરને મધ્યરાત્રીએ ઓફિસે બોલાવી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક અર્જુન ચેમ્બરમા શીવકુર્પા ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ ધરાવતા ફરિયાદી હાર્દીકભાઇ વાસાભાઇ સોલંકી, રહે.વુદાવન પાર્ક સોસાયટી રાજદીપસિંહ ઝાલાના મકાનમા રાજકોટ રોડ વાંકાનેર જી મોરબી મુળ રહે.વડોદરા ડોડીયા તા.વેરાવળ જી ગીર સોમનાથ વાળાએ આરોપી કીશોરભાઇ ધાનાભાઇ ચાવડા રહે. પોરબંદર નામના પરિચિત શખ્સને અગાઉ હપ્તેથી મોબાઈલ લઈ દીધો હતો પરંતુ આરોપી કિશોરભાઈ મોબાઈલના હપ્તા ભરતો ન હોય નિયમિત હપ્તા ભરવા કહ્યું હતું.

તેઓ ગત તા.28 ઓક્ટોબરના રોજ ફરિયાદી હાર્દીકભાઇ વાસાભાઇ સોલંકીને આરોપી જગાભાઇ લક્ષ્મણભાઇ ચાવડાએ રાત્રીના દોઢ વાગ્યે ફોન કરી ટ્રાન્સ્પોર્ટને લાગતું કામ હોય તેમની ઓફિસે બોલાવ્યા હતા અને હાર્દિકભાઈ ઓફિસે જતા આરોપી જગાભાઇ લક્ષ્મણભાઇ ચાવડા અને કીશોરભાઇ ધાનાભાઇ ચાવડાએ તું કેમ પૈસાની ઉઘરાણી કરે છે તેમ કહી લાકડી વડે માર માર્યો હતો, બાદમાં હાર્દિકભાઈ પોતાની કાર લઈને જતા રહેતા ફરી આરોપીઓએ કારમાં પીછો કરી ટોલનાકા નજીક આંતરી આજે તો તું બચી ગયો હવે પૈસાની ઉઘરાણી કરીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો