Placeholder canvas

ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘસવારી યથાવત: અડધોથી 7 ઇંચ સુધી પડ્યો વરસાદ

સૌથી વધુ જાંબુઘોડામાં-7, છોટા ઉદેપુરમાં-5, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત જિલ્લામાં 3થી 3ાા ઇંચ જ્યારે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં અડધાથી ચાર ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મેૅઘસવારી ચાલુ રહી છે, છેલ્લા 24 કલાક દરમિયાન 183 તાલુકાઓમાં અડધા થી7 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 7 ઇંચ અને છોટાઉદેપુરન બોડેલી 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડમાં કપરડામાં 5, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 5, રાજકોટ જીલ્લામાં ધોરાજીમાં 4, વલસાઢના ધરમપુરમાં 4, જૂનાગઢના વિસાવદરમાં 4, ભરૂચના વાલિયમાં 3.5, વડોદરાના વાઘોડીયામાં 3, નર્મદાના ડોડીયા પાડામાં 3,

સુરતના માંડવીમાં 3, સાબરકાંઠાના પોસીનામાં 3,છોટા ઉદેપુરના કવોટમાં 3, વલસાડના પારડામાં 3, સુરતના માંગરોળમાં 2.5, નડીયાદમાં 2.5, બેચરાવજીમાં 2.5, સુરતના મહુવામાં 2.5, નવસારીના ચિખલીમાં 2.5, તાપીના વડોદમાં સવા બે, નવસારીના વાંસદામાં સવા બે, આણંદના ઉમરેઠમાં સવા બે ઇંચ, દાહોદના ફતેપુરમાં સવા બેઇ,ગાંધીનગરના માણસામાં 2, ખેડાના મહુવામાં 2, વ્યારામાં 2, નવવાડા ઉપર ગામમાં બે તથા ભાવનરમાં ઉમરાળામાં નવ અમરેલીના બગસરામાં 1.5 તથા રાજકોટના જેતપુરમાં 1.5 જૂનાગઢ શહેરમાં સવા ભાવનગરના ઘોઘામાં 1, તથા વલ્લભપુરમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત રાજકોટમાં ઉપલેટામાં 0ાા અને અમરેલીમાં ધારીમાં પણ 0ાા ઇંચ વરસાદ નોંધવા પામ્યો હતો. જયારે પોરબંદરના રાણાવાવમાં પણ 0ાા ઇંચ વરસાદ પડયો હતો.

આ સમાચારને શેર કરો