skip to content

કંપની રાજ લાવવાવાળો કાળો કાયદો (ગુંડા એક્ટ) રદ્દ કરો- MCC

રાજ્યમાં માનવ અધિકારો સંપૂર્ણ રીતે લાગુ કરો અને કાળા કાયદા બનાવવાનું બંધ કરો

અહેમદાબાદ: આજે 1-10-20, આજ રોજ માયનોરીટી કો ઓર્ડિનેશન કમિટી ગુજરાત (MCC) દ્વારા ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (અટકાવવા) અધિનિયમ 2020, ક્રમાંક 22 ને રદ્દ કરવા સંદર્ભે મહામહિમ રાજ્યપાલ ગુજરાતને વિસ્તાર થી પત્ર લખેલ છે.

MCC ના કન્વીનર મુજાહિદ નફિસે આ પત્રમાં જણાવ્યું છે કે આ કાયદો રાજ્યમાં ઉઠતી અધિકારોની માંગોને દબાવવા, રાજનેતિક વિરોધીઓને પરેશાન કરવા માટે એક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાશે. રાજ્યનું કર્તવ્ય છે કે લોકોમાં વિશ્વાસ મજબૂત થાય જે માટે માનવ અધિકારોનો ભંગ ના થાય અને તે માટે રાજય સરકારે નક્કર પગલાં ભરવાની જરૂર છે, ના કે ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવા રાજને પાછા લાવવાવાળા કાયદા બનાવિને રાજયમાં અધિકારોના અવાજ ને ખતમ કરવાની. MCC એ આ પત્રમાં મહામહિમ રાજયપાલને આ કાળા કાયદાને રદ્દ કરવાની અપીલ કરી છે.

આ દેશમાં કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે પહલેથી જ ભારતીય દંડ સંહિતા 1860, ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872 તેમજ અન્ય ઘણા કાયદાઓ અમલમાં છે જ તો પછી આ કાયદાની કોઈ ખાસ જરૂરિયાત ઉપસ્થિત નથી થતી. આ કાયદો ન્યાયના કુદરતી સિધ્ધાંત, પારદર્શિતા, કોઈ પણ નિર્દોષ ને સજા ન આપવાના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ ઉલંઘન છે. આ કાયદો આંતરરાષ્ટ્રીય માનવધિકારો ની વેશવિક ઘોષણા 1948 કે જેમાં ભારતે પણ હસ્તાક્ષર કરેલ છે તેનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

આ કાયદો ગુજરાતમાં પેહલા થી મોજૂદ PASA કાયદો 1985 જેવો જ છે, આ કાયદાના ઉદ્દેશ્ય અને કારણોમાં સરકારે જણાવ્યુ છે કે 1985 થી 2020 સુધી રાજયમાં જુગાર, જમીન પચાવી લેવી, અનૈતિક વેપાર, નકલી દવા, દારૂના વેપાર ને સરકાર રોકી શકી નથી જેથી આ કાયદો લાવવામાં આવેલ છે, તો સરકારે જણાવવું જોઈએ કે હાલમાં મોજૂદ કાયદાઓનો અમલ કરવ્વામાં નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે? અને તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવી? પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે સરકાર દ્રારા નવો કાયદો લાવવામાં આવ્યો છે, ખરેખર તેનાથી કાનૂન વ્યવસ્થા વધુ જટિલ બનશે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો….. https://t.me/kaptaannews

આ કાયદો મુખ્યત્વે રાજનીતિક વિરોધને સમાપ્ત કરવા, રાજ્યમાં માનવ અધિકારો/ પ્રતિરોધ ની આવજો ને કચડી નાખવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલ છે એવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે. આ લોકવિરોધી કંપની રાજ પાછો લાવવાવાળા કાળા કાયદાને રદ્દ કરવાના આદેશ આપો અને રાજ્યમાં માનવ અધિકારોના રક્ષણને સુનિશ્ચિત કરવનો આદેશ આપવાની MCC એ રાજ્યપાલને અપીલ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો