Placeholder canvas

માવઠાની આગાહી: ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ…!!

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે, ગુરુવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે.

અમદાવાદમાં બુધવારે બપોર બાદ એકાએક વાતાવરણ પલટાયું હતું. સાઇક્લોનિક સરક્યુલેશનના કારણે, ઓઢવ, સિંગરવા, કઠવાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યાના સમાચાર મળ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય રાજસ્થાન ઉપર ભેજના કારણે અપર એર સરક્યુલેશન સર્જાયા બાદ રાજસ્થાનમાં 10 જિલ્લામાં કરા સાથે વરસાદ પડયો હતો. રાજસ્થાનના પ્રતાપગઢમાં બે ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. જ્યારે તેની અસર ગુજરાતમાંના કેટલાક જિલ્લાઓમાં પણ પડી હતી

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરી છે કે, માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવી શકે છે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. 12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

આ સમાચારને શેર કરો