ટંકારા

હડમતિયા ગામના વતની પત્રકાર અજીતસિંહ ડોડીયાની પુત્રી બની “Miss MU 2022”

ટંકારા તાલુકાના મુળ હડમતિયા ગામના વતની હાલ રાજકોટ સાંજ સમાચારના પત્રકાર અજીતસિંહ ઉદેસિંહ ડોડીયાની પુત્રી કુ. જાનવીએ “મિસ મારવાડી યુનિવર્સિટી” નો ખિતાબ મેળવ્યો છે.

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની હાલ રાજકોટ દૈનિક સાંજ સમાચાર પ્રેસમા પત્રકાર તરીકે ફરજ બજાવતાં અજીતસિંહ ઉદેસિંહ ડોડીયાની પુત્રી કુ. જાનવી અજીતસિંહ ડોડીયા રાજકોટની ભાગોળે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતી કુ. જાનવીએ 2000 વિધાર્થીઓની મિસ યુનિવર્સિટીની હરિફાઈમા સામાજિક કાર્યો, એજ્યુકેશન જનરલ નોલેજ, સદગુણોની સ્પર્ધા યોજાઇ હતી તેમાં અવ્વલ નંબરે આવી મિસ યુનિવર્સિટીની નો ખિતાબ પ્રાપ્ત કરતા તાજ અને મેડલથી સન્માનિત કરવામાં આવતા હડમતિયા ગામનું તેમજ ડોડીયા પરિવારનું ગૌરવ વધારતા ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો