Placeholder canvas

માર્ચમાં માવઠું: રાજ્યના 27 જિલ્લાના 111 તાલુકામાં વરસાદ…

ગુજરાતભરમાં રવિવારે પણ કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો. રવિવારે રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ઊના, ગીરગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઇંચ વરસાદ તૂટી પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હતું.

ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવો વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

આ કમસમી વરસાદથી સમગ્ર જગ્યાએ ખેતીના પાકમાં ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને આ માવઠાએ માથે હાથ દઈને રોવડાવીને મુસીબતમાં મૂકી દીધો છે.

આ સમાચારને શેર કરો