Placeholder canvas

આજે માવઠાની આગાહી, ક્યાં જિલ્લામાં પડશે વરસાદ ? જાણવા વાંચો.

ગુજરાત: હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે.

આગામી કેટલાક કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થવાને બદલે માવઠાની શકયતાનું કારણ જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, હાલમાં અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. તેને કારણે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમી ભાગમાં અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી ગુજરાતભરમાં 2 દિવસ વરસાદની શક્યતા છે.

આ સમાચારને શેર કરો