વાંકાનેર: પંચાસીયા અને નવી કલાવડીમાં કોરોના ના કારણે લગ્ન મોકુફ

કોરોના વાઈરસની આ મહામારિમાં મોટી જાનહાનિ ન થય તે માટે સરકાર આવશ્યક પગલા ઉઠાવી રહી છે આજે રાત્રે આઠ વાગ્યે દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ પર પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંદેશ આપતા જાહેરાત કરી હતી કે આ મહામારી ને રોકવા માટેનું એકમાત્ર અસરકારક પગલું લોક ડાઉનલોડ કરવાનું છે જેથી આજે રાત્રે ૧૨ વાગ્યાથી સમગ્ર ભારતને લોક્ડાઉન કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત 144ની કલમ પણ લગાવી દેવામાં આવેલ છે. આમ આ કોરોના વાયરસના કારણે ઘણા બધા નિર્ધારેલ કામો અને પ્રસંગો ને અસર પહોંચી છે. તેમજ લગ્ન પ્રસંગના આયોજનો મોકુફ રાખવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

પંચાસીયા: વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના ઉસ્માનભાઇ માહમદભાઇ વકાલિયા (SBI વાળા)ના પુત્ર અસ્ફાક્ના આગામી તારીખ 28 અને 29 માર્ચમાં લગ્ન હાતા, જે કોરોના વાયરસની મહામારિની પરિસ્થિતિમાં સરકારે લોકહીતમાં લીધેલા નિર્ણયને અનુસરવું ખુબજ આવસ્યક છે તથા ચાવચેતીના ભાગરૂપે આ લગ્ન સમારંભતના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવાનો સરાહનીય નિર્ણય કરેલ છે.

નવી કાલાવડી: વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામના પૂર્વ સરપંચ માહમદભાઇના પુત્ર ગુુલફામના આગામી તારીખ 30 અને 31 માર્ચના રોજ લગ્ન હાતા, કોરોના વાયરસની બાબતે સરકારે લોકહિતમાં લીધેલા નિર્ણયને વધાવીને ચાવચેતીના ભાગરૂપે આ લગ્ન સમારંભ તમામ કાર્યક્રમો મોકૂફ રાખવાનો સરાહનીય નિર્ણય કરેલ છે.

કોરોના વાઈરસ થી ડરો નહીં પણ સાવચેતી રાખો., તમારા હાથ વારંવાર સાબુથી ધુવો.., ભીડ વાળી જગ્યામાં ન જાઓ અને સરકાર તરફથી લગાવવામાં આવેલી 144ની કલમ એ લોકોના હિતમાં છે તેનું સંપૂર્ણ પણે અમલ કરો…

-કપ્તાન દ્વારા લોકહીતમાં પ્રસિદ્ધ

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો