કોરોના પછી ચીનમાં હવે ‘હંતા’ વાયરસનો કહેર શરૂ, 1 વ્યક્તિનું મોત
કોરોના વાયરસ સંક્રમણનો મામલો જ્યાં હજી શાંત નથી થયો ત્યાં જ ચીનમાં હવે વધુ એક નવો વાયરસ સામે આવ્યો છે. જેના કારણે એક વ્યક્તિની મોત થઇ ગઇ છે. ચીન ના યુન્નાન પ્રાંતમાં સોમવારે હંતા વાયરસથી પીડિત એક વ્યક્તિની મોત થઇ ગઇ છે. આ વ્યક્તિ કોઇ કામથી શાડોંગ પ્રાંતમાં ગયો હતો અને ત્યાંથી પાછા ફરતા તેની મૃત્યુ થઇ ગઇ. જે પછી આ બસમાં યાત્રા કરનાર અન્ય 32 લોકોની પણ તપાસ કરવા માટે તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે ટ્વિટ કરીને હંતા વાયરસથી એક વ્યક્તિની મોતની પુષ્ટિ કરી છે. જો કે હંતા વાયરસના સામે આવ્યા પછી દુનિયાભરના સોશિયલ મીડિયામાં આ વિષયે ચર્ચા થવાની શરૂઆત થઇ ગઇ છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો હંતા વાયરસ કોરોનાની જેમ જીવલેણ નથી. અને તે કોરોનાની જેમ ફેલાતો પણ નથી. જો કે આ વાયરસની અસર અને સંક્રમણ વધતા મૃત્યુ થવાની સંભાવના 38 ટકા બતાવવામાં આવે છે.