Placeholder canvas

રાજકોટ: ચેક કરો તમારી આસપાસ તો નથી ને કોરોનાના દર્દી ? જુવો લિસ્ટ…

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના રોગચાળાને વૈશ્વિક મહામારી જાહેર કરેલી છે. ભારતમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા કેન્દ્ર સરકારશ્રીએ એપિડેમીક ડિસીઝ એકટ, 1887 અનુસાર આવશ્યક પગલાં લેવા રાજ્યોને આપેલ આદેશ અને રાજ્ય સરકારશ્રીએ આપેલી સૂચના અનુસાર આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે રાજકોટ શહેરમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામ વિશાળ જાહેર હિતમાં પ્રસિધ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. આજે આ અનુસંધાને કમિશનરએ એક ઓર્ડર ઇસ્યુ કર્યો છે જેમાં જણાવાયા અનુસાર લોકો કોરોના પોઝિટિવ દર્દીઓની ઓળખ જાહેર થવાથી વધુ સાવચેત રહી શકશે અને કોરોનાને પ્રસરતો અટકાવવામાં સહાયતા પ્રાપ્ત થશે.

કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, કોરોનાના પોઝિટિવ દર્દીની ઓળખ જાહેર થવાથી નાગરિકોને એ પણ ખ્યાલ આવશે કે તેઓ જે તે દર્દીના સંપર્કમાં આવ્યા છે કે કેમ, તેમજ જો કોઈ પ્રકારે સંપર્ક થયો હોય તો તાત્કાલિક આવશ્યક તબીબી પગલાં લઇ શકાય. કમિશનરએ વધુમાં ઉમેર્યું હતું કે, દર્દીઓના નામ વિશાળ જાહેર હિતમાં લોકોની જાણમાં મુકવામાં આવતા લોકો પોતે જ ઓથોરિટીને માહિતી આપી શકશે અને પોતાને પણ આઇસોલેટ કરી શકશે.

સાથોસાથ કમિશનરએ જાહેર જનતાને એ બાબતે પણ વાકેફ કરેલ છે કે, કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર થયા બાદ તેઓની સાથે કે તેમના પરિવારના સભ્યો સાથે કોઈપણ પ્રકારનો સામાજિક ભેદભાવ આઈ.પી.સી.ની કલમ 188 અને એપિડેમીક ડિસીઝ એકટ,1897 ની જોગવાઈઓ અનુસાર દંડને પાત્ર અપરાધ બને છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1qbExReKZ94dUC0AhI65L

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો