વાંકાનેર:મચ્છુ 1 ડેમ પર સવાર બે ફૂટનો ઓવરફલો…
વાંકાનેર: મચ્છુ 1 ડેમ ગત રાત્રે 9:40 વાગ્યે ઓવરફલો થયો હતો, જે આજે સવારે સવા બાર વાગ્યે સવા બે ફૂટ નો ઓટલો થઈ રહ્યો છે.
હાલમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મચ્છુ 1 ડેમ ના ઉપરવાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડતા ગત રાત્રે ડેમ ઓવરફ્લો થયો હતો. આજે સવારે સવા બાર વાગ્યે મચ્છુ-૧ પર સવાર બે ફૂટ નો ઓવરફલો થઇ રહ્યો છે. હજુ પણ પાણીની આવક વધ્યું હોવાના કારણે આ ઓવરફલો વધી શકે છે.
મચ્છુ 1 થી નીચવાસના અને મચ્છુ નદીના કાંઠે આવેલા ગામોએ સાવચેત રહેવું, નદીમાં ગમે ત્યારે વધુ પાણી આવી શકે છે અને જે જગ્યાએ નદીનું પાણી આવવાની શક્યતા હોય તેઓએ સલામત સ્થળે જતુ રહેવું…
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનની પ્લે સ્ટોરમાંથી મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..