વાંકાનેર: મચ્છુ-૧ ડેમ પર પોણા ત્રણ ફૂટનો ઓવરફ્લો, મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે…
મચ્છુ નદી ગાંડીતુર…, પાજનો લોકબ્રિજ મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયો, પાજ અને ગારીયા સંપર્ક વિહોણા…
વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે તેમજ મચ્છુ-૧ ના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ 1 ડેમ માં પાણી ની ચિક્કાર આવક થઈ રહી છે. જેથી હાલમાં મચ્છુ 1 ડેમ પર 2.80 ફૂટનો ઓવેરફલો થઇ રહ્યો છે.
મચ્છુ 1 પર પોણા ત્રણ ફૂટથી વધુનો ઓવરફ્લો થતો હોવાના કારણે મચ્છુ નદી બે કાંઠે ગાડી તુર થઈને વહી રહી છે. જેથી નીચવાસના ગામમાં મુશ્કેલ ભરી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. મળેલ માહિતી મુજબ મહિકા ગામ પછી મચ્છુ નદી પર બનાવવામાં આવેલ ચેકડેમ ગયા વર્ષે વધુ પાણીના કારણે તૂટી ગયો હતો. જેમને રિપેર કરવામાં આવ્યો હતો. એ ફરી પાછો આજે મચ્છુ નદીમાં વધુ પાણી આવવાના કારણે તૂટી ગયો છે. અને બાજુના ખેતરોમાં પાણી ઘુસી ગયા છે અને ખેતરોમાં મોટું ધોવાણ થઈ રહ્યું છે.
મચ્છુ નદીમાં એટલું બધું પુર આવ્યું છે કે પાજ ગામ પાસે એક કરોડના ખર્ચે લોકફળા દ્વારા બનાવવામાં આવેલ પુલ નદીમાં ડૂબી ગયો છે. આ પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું છે એ જ નદીમાં પૂરની સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
આથી વાંકાનેર શહેર અને તાલુકાની જનતાને કપ્તાન દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવે છે મચ્છુ નદી કાંઠે અને આસપાસના ગામના લોકો સાવચેત રહે અને જ્યાં પાણી આવવાની સંભાવના હોઇ તેઓ સલામત સ્થળે જતા રહે…
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનની પ્લે સ્ટોરમાંથી મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt