લુણસરીયા ગામમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એકને ઇજા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મોટર સાઇકલચાલકને ઇજા થઇ હતી. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ગત તા. 19ના રોજ ગોવિંદભાઇ હરજીભાઇ ગોધાણી (ઉ.વ. 51, ધંધો મજ્રરી, રહે વિશીપરા, પુજારાના કારખાનાની સામે, તા. વાકાનેર) પોતાના મામાના ઘરે મો.સા. રજી. નં. જીજી -૦૩-ઇ -૩૨૯૪ લઇ જતા હતા. ત્યારે મો.સા રજી નં જીજે -૦૩-એચ પી.-૫૪૭૫ના ચાલકે તેના મોટર સાઇકલ સાથે ભટકાડી દીધું હતું. આથી, ગોવિંગભાઈને જમણા પગના સાથળમા નાની મોટી ફેકચર જેવી ઇજા પહોંચી હતી. આ બનાવમાં ગોવિંદભાઇએ અકસ્માત કરનાર મોટર સાઈકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.