Placeholder canvas

વિધાનસભા પેટાચૂંટણી: કૉંગ્રેસના સંભવિત ઉમેદવારોની પૅનલ


કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરાઈ છે. કૉંગ્રેસ પાર્ટી દ્વારા આ ચારેય બેઠકો પર સંભવીત ઉમેદવારોની પૅનલ તૈયાર કરાઈ છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચાર વિધાનસભા બેઠક માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે આગામી 21મી ઑક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યમાં લુણાવાડા, અમરાઈવાડી, ખેરાલુ, થરાદા બેઠકો પર કૉંગ્રેસ પાર્ટીના સંભવિત ઉમેદવારના નામોની અટકળો વહેતી થઈ છે.

થરાદ બેઠક:- ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી. આ સીટ પર કૉંગ્રેસ ડી.ડી. રાજપુત, માવજી ચૌધરી અથવા ગુલાબસિંહ રાજપુતને મેદાને ઉતારી શકે છે.

ડી.ડી રાજપુત : ગત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા , પરબત પટેલ સામે જંગી મતથી હાર થઇ હતી
માવજી ચૌધરી : ચૌધરી સમાજના આગેવાન કોગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપુત : યુથ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ

અમરાઇવાડી બેઠક:- ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી. આ બેઠક પર કૉંગ્રેસમાંથી ઇલાક્ષી પટલે, ધમભાઈ પટેલ અથવા ડૉ.કનુભાઈ પટેલને ટિકિટ મળી શકે છે.

ઇલાકક્ષી નટવરલાલ પટેલ : હાટકેશ્વર કાઉન્સિલર ધમભાઇ પટેલ : એસ.પી.જી અને પાટીદાર આંદોલન ચહેરો ડો કનુભાઇ પટેલ : કોગ્રેસ નેતા અને સામાજીક આગેવાન

ખેરાલુ બેઠક:- ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી. આ બેઠક પર કૉંગ્રેસમાંથી બાબુજી ઠાકોર, ઉષાબહેન ઠાકો, અથવા હિતેન્દ્રસિંહ પરમાર કે મુકેશ ચૌધરીની પસંદગી થઈ શકે છે.

બાબુજી ઠાકોર ઉષાબહેન ઠાકોર : ડેરીના રાજકારણથી જોડાયેલ હિતેન્દ્રસિંહ પરમાર અને મુકેશ ચૌધરી

લુણાવાડા:- અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાતા બેઠક ખાલી પડી. આ બેઠક પર કૉંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણ, પી.એન. પટેલ અથવા કૌશિક જોષીને મેદાને ઉતારી શકે છે.

ગુલાબસિંહ ચૌહાણ : જિલ્લા પંચાયત સભ્ય, મહિસાગર પી એન પટેલ : જિલ્લા પંચાયત વિપક્ષ નેતા કૌશિક જોશી : કૉંગ્રેસ નેતા

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો