વાંકાનેર: જાલસીકા પાસે મચ્છુ નદીમાં બિનકાયદેસર રેતી ભરતું એક લોડર અને ટ્રેકટર પકડાયું

પ્રાઇવેટ કારમાં મોરબી ખાણ ખનિજ અધિકારી ની સફળ રેડ, મોરબી ખનિજ ખાતાની ટીમ સાથે તાલુકા પોલીસ પણ રહી હાજર.

ખનન માફિયાઓ નું ટ્રેકટર પકડાય જતા ગામ લોકોના સાથ સહકાર મળતા ટ્રેકટર ચાલક દાદાગીરી પર ઉતરી ગયો..

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે મોરબી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી એ.કે.સિંઘ પોતાની ટીમ સાથે પ્રાઇવેટ કારમાં આવ્યા હતા. આમ તો સતત મોરબી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની કચેરી બહાર ખનન માફિયાઓનો ચોવીસો કલાક પહેરો હોય છે ત્યારે ખનન માફિયાઓ ને પકડવા ભૂસ્તર શાસ્ત્રી માટે લોઢાના ચણા ચાવવા સમાન કપરું કાર્ય છે. આજે વહેલી સવારે ખનન માફિયાઓની આંખોમાં ધૂળ નાખી ભૂસ્તર શાસ્ત્રી એ.કે.સિંઘ પ્રાઇવેટ કાર લઈ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે મચ્છુ નદીના પટમાંથી એક લોડર અને એક ટ્રેકટર ને રેતી ચોરી કરતા ઝડપી પાડ્યું હતું. જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી એ.કે.સિંઘ સાથે, દીક્ષિત પટેલ,ભરત ભાઈ,સાહિલ પાડધરા, તેમજ અંકુરભાઈ હાજર રહ્યા હતા.

પોલીસની મીઠી નઝરના કારણે ખનિજ ચોરોને પોષણ મળતું રહે છે જેના કારણે મોરબી જિલ્લામાં ખનિજ ચોરોને નાથવા એ જિલ્લા ખાણ ખનીજ અધિકારી માટે કપરું સાબિત થઈ રહ્યું છે. જો મોરબી જિલ્લા કલેકટર દ્વારા વઘાસીયા ટોલનાકાના સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવે તો દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ જશે.

આ સમાચારને શેર કરો