હળવદ : રહેણાંકના મકાનમાં ઘોડીપાસાની ક્લબ પર એલસીબી ટીમનો દરોડો
૮૪,૯૦૦ ના મુદામાલ સાથે ૧૦ જુગારીઓ ઝડપ્યા
હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેણાંક મકાનમાં ઘોડી પાસા જુગારની ક્લબ ધમધમતી હોય જ્યાં એલસીબી ટીમે દરોડો કરીને ૧૦ જુગારીઓને ઝડપી લઈને ૮૪,૯૦૦ ની રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ બસ સ્ટેન્ડ પાછળના રહેણાંક મકાનમાં ઘોડીપાસા જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ગોવિંદ મોહન પરમાર, વિજય પ્રેમજી મોરી, વિજય મનસુખ વાઘેલા, હમીદ અહેમદ બેલીમ, વિશાલ ઉર્ફે ભોડી પ્રવીણ બાબરિયા, ગીરીશ જગદીશ પરમાર, સોહિલ મહમદ નાગોરી, કાંતિ નાનજી પરમાર, દિલીપ મનસુખ રાઠોડ, જશું ગલા રાઠોડ અને દિલીપ જેઠાભાઈ પુરાણી રહે બધા હળવદ વાળા એમ ૧૦ આરોપીને ઝડપી લઈને ૮૪,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને કુલ ૧૧ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
આ જુગાર રેડમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, ચંદુભાઈ કણોતરા, નીરવ મકવાણા, દશરથસિંહ ચાવડા, દશરથસિંહ પરમાર, ભરત જીલરીયા, ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી