Placeholder canvas

કૃપયા યાત્રી ધ્યાન દે: હવે જો ટ્રેન લેટ થશે તો ફોન પર મેસેજથી જાણ કરશે.

ભારતીય રેલવે પોતાના યાત્રિઓને આરામદાયક સુવિધા આપવાની તમામ કોશિસ કરી રહ્યું છે. આ અંતર્ગત રેલવેએ શિયાળાની મોસમમાં યાત્રિઓને સારી સુવિધા મળી રહે તે માટે ખાસ તૈયારી કરી છે. રેલવે હવે યાત્રિઓને ટ્રેન લેટ થવાની સ્થિતિમાં મોબાઈલ પર એસએમએસ દ્વારા સુચના આપશે. આ સાથે જ રેલવે રાત્રે વિશેષ પેટ્રોલિંગ, અને સિગ્નલની જાણકારી પાયલોટ સુધી પહોંચાડવા માટે ફોગ સેફ્ટી ડિવાઈસ જેવી અનેક વ્યવસ્થાઓ કરશે

રેલવેે ઈ-ટિકિટ સાથે જોડાયેલો આ નિયમ બદલ્યો

તમને જણાવી દઈએ કે, હાલમાં રેલવેએ ઈ-ટિકિટ સાથે જોડાયેલો નિયમ બદલ્યો છે. ટ્રેનમાં અધિકૃત એજન્ટોના માધ્યમથી બુક કરાવવામાં આવેલી ઈ-ટિકિટને કેન્સલ કરાવવાની વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે. રેલવે દ્વારા આ ફેરફાર બાદ હવે એજન્ટ દ્વારા બુક કરાવવામાં આવેલી ઈ-ટિકિટ કેન્સલ કરાવ્યા બાદ રિફંડ OTP આધારિત હશે.

આને સામાન્ય ભાષામાં સમજીએ તો, માની લો કે ટિકિટ બુકિંગ બાદ કોઈ યાત્રી પોતાની ટ્રેન ટિકિટ અથવા પુરી રીતે વેટીંગ ટિકિટ રદ્દ કરે છે તો, તેને રિફંડની રકમની સાથે એક OTP મેસેજ મોકલવામાં આવશે. ત્યારબાદ ટિકિટ કેન્સલ કરાવનાર યાત્રિએ પોતાના એજન્ટ પાસે જઈ OTP નંબર દેખાડવાનો રહેશે.

ઈ-ટિકિટ કેન્સલેશનના રિફંડને OTP આધારિત સિસ્ટમ સાથે જોડ્યા બાદ યાત્રિઓ માટે એ જાણવાનું એકદમ સરળ થઈ જશે કે, રિફંડ કેટલું બન્યું છે. આ ફેરફાર બાદ કેન્સલ કરવા અથવા વેટિંગ રહેવા પર યાત્રીના મોબાઈલ પર ટિકિટની રકમ અને OTP મોકલવામાં આવશે. આ OTP દેખાડી મુસાફર અધિકૃત એજન્ટ પાસેથી રિફંડ મેળવી શકશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો