વાંકાનેર કોળી સમાજને કોઠારીયાના યુવા અગ્રણી જગદીશ કોબીયાની અપીલ

વાંકાનેર અને આજુબાજુમાં વસ્તા કોળી સમાજના તમામ સમાજ બંધુઓને કોઠારીયા ગામ ના યુવા અગ્રણી જગદીશ કોબિયા અતિ દુ:ખ સાથે જણાવે છે કે કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અને હજુ પણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. જે માત્ર ને માત્ર આપણા સૌની બેદરકારીને કારણે વધી રહેલ છે. કોરોના થી ડરવાની જરૂર નથી પરંતુ આપ લોકો એ જાગૃત અને સજાગ થવાની જરૂર છે.

આજે સમાજમાં એવા દાખલા સામે આવે છે કે વડીલો લોકિક (કાણે) કે બેસણામાં ગયા હોય અને પરિવાર કોરોના નો ભોગ બનેલ છે. બેસણા કાણ પ્રસંગોમાં ભેગા થવાનું હાલ પૂરતુ આ સમયે સદંતર બંધ થાય તે યોગ્ય રહેશે. હાલ ફોન થી જ બેસણા અને ખબર અંતર પૂછવા યોગ્ય રહેશે. પરિવારમાંથી કોઈપણ સ્વર્ગવાસ થયેલ હોય એમનું અમોને પણ દુઃખ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અકાળે થતા અપમૃત્યુને સમજો તેમની ધાર્મિક વિધિ ઘરના સભ્યો દ્વારા પૂર્ણ કરો અને બહારથી આવતા સબંધીઓને સમજણપૂર્વક ન આવવાની બે હાથ જોડીને વિનંતી કરો.

હાલના સંજોગોમાં હોસ્પિટલ, સ્મશાનનમાં લોકોની લાઈનો લાગેલ છે આવી પરિસ્થિતિમાં ઘરની બહાર કામ વગર જવાનું ટાળો ઘરના વડીલો અને બાળકોને ઘરની બહાર જતા અટકાવો ઘરમાં રહેલા યુવાનોને એ આગળ આવી પરિવારજનોને કોરોના અંગે જાગૃતિ લાવવામાં નહિ આવે તો અતિ ભયંકર પરિસ્થિતિ ઉદભવે તેમ છે.

આપના લાડકવાયા બાળકો અને પરિવાર આપને ખોવા માંગતો નથી તેમની સામે જોઇને ઉપર અમો એ કરેલ સૂચન વાંચી વિચારી ને અમલ કરવા અમારી બે હાથ જોડી નમ્ર અપીલ છે…. -જગદીશ કોબીયા : કોઠારીયા

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો