રાજકોટમાં ફરી આજે મૃત્યુઆંકમાં વધારો: 68 દર્દીના મોત

કાલના 52 દર્દીના મોતમાં 15ના મોત કોવિડથી થયાનો ડેથ ઓડીટ કમીટીનો રિપોર્ટ: બેડ નહી મળવાની 454 રજુઆત

રાજકોટ જિલ્લામાં કોરોના કહેરની ઘાતક લહેરથી રોજીંદા મૃત્યુઆંકમાં વધઘટ સાથે સરેરાશ 50થી60ને પાર મૃત્યુ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે વધુ 68 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત જાહેર થયા છે. સરકારી-ખાનગી કોવિડ હોસ્પીટલોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ટપોટપ મોતથી મૃતદેહ મેળવવા સ્વજનોને કલાકોનો ઈંતેઝાર કરવો પડે છે.

આરોગ્ય વિભાગે આજે જાહેર કરેલા બુલેટીનમાં વધુ 68 દર્દીના મોત સતાવાર જાહેર કર્યા છે. ગઈકાલે 52 કોવિડ દર્દીના મોતમાં 15 દર્દીઓના કોવિડથી મોત થયાનો ડેથ ઓડીટ કમીટીએ રીપોર્ટ આપ્યો છે. બે દિવસમાં 120 મૃત્યુ આંકથી લોકોમાં ગભરાહટ ફેલાયો છે. 4 સ્મશાનોમાં 24 કલાક કોવિડ ડેડબોડીઓના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •