Placeholder canvas

વાંકાનેર: કોટડા નાયાણીથી-વાલાસણ રોડનું કામ નબળું થતા સરપંચે મોરચો માંડ્યો

સરપંચ સહિતના અગ્રણીઓની હાજરીમાં કાર્યપાલક ઈજનેરને આવેદન

વાંકાનેર તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક નિર્માણ યોજના હેઠળ કોટડાનાયાણી ગામથી વાલાસણ રોડ બનાવવામાં આવ્યો હોય જે રોડનું કામ નબળું થયું હોય જેથી ગામના સરપંચ સહિતનાઓ દ્વારા જીલ્લા પંચાયત કચેરી ખાતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવ્યું છે

કોટડા નાયાણી ગામના સરપંચ રતનબા વિજયસિંહ જાડેજા અને ગ્રામજનોએ પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે કોટડાનાયાણીથી વાલાસણ ગામ વચ્ચે રોડ બન્યાને છ માસનો સમય વીત્યો નથી ત્યારે ડામર અને કાંકરી છૂટી પડી ગયા છે રોડની સાઈડ બાંધેલ નથી જેથી કપચી અલગ પડેલ છે ૧૫૦ એમ એમ જી.એસ.બી. નાખવાની હતી જે રોડ ૬ કિમી નો થાય તેના બદલે માત્ર ગુણવંતરાયની વાડીથી મહેન્દ્રસિંહની વાડી સુધી જી.એસ.બી નાખેલ છે માત્ર અડધા કીમીમાં જીએસબી નાખેલ છે બાકી સાડા પાંચ કીમીમાં ક્યાય જીએસબી નાખી નથી ૫૦ એમએમ ડામર પાણા નાખવાના હતા તે નાખેલ નથી માટીકામ થયેલ નથી રોડમાં ૨૦ એમએમના બદલે ૧૦ એમએમની બી ટૂ મીનસ કાર્પેટ બનાવી નાખેલ છે ડામર ઓરીજીનલ નથી જે ખામીઓને કારણે રોડ છ માસમાં બિસ્માર થયો છે નાળાની સંખ્યા ૧૦ ને બદલે ૯ નાલા બનાવેલ છે

આમ રીસર્ફેસિંગ ઓફ વાલાસણ ટૂ કોટડાનાયાણી એપ્રોચ રોડ રૂ ૧.૬૬ કરોડના ખર્ચે મંજુર થયેલ જે રોડનું કામ નબળું હોય જેથી તાકીદે નવેસરથી કામ કરવું અને ખોટી રીતે કામ થયેલ હોય જેથી જવાબ્દ્રો સામે પગલા ભરવા અને કાર્યવાહી કરવા માંગ કરી છે

સ્થળ મુલાકાત કરીને યોગ્ય કાર્યવાહી કરવા તંત્રની ખાતરી
ગ્રામજનોએ આજે જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરોને ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચૌધરી અને કૃણાલ ઘેટિયાએ ગ્રામજનો સાથે સહમત થઈને યોગ્ય કરવા ખાતરી આપી હતી આગામી તા. ૨૦ ના રોજ સ્થળની મુલાકાત કરશે અને યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપવામાં આવી હતી

આ સમાચારને શેર કરો