Placeholder canvas

24 કલાકમાં ભૂકંપના 6 આંચકા

2.9ની તીવ્રતાના તાલાલામાં નોંધાયેલા આંચકાથી ફફડાટ: રાજકોટમાં એક અને કચ્છમાં ચાર વાર ધરા ધ્રુજી

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાલાલા, રાજકોટ અને કચ્છમાં મળી કુલ છ ધરતીકંપના આંચકા નોંધાયા છે. 2.9 સુધીની તીવ્રતા ધરાવતા આંચકાથી લોકોમાં ફરી ફફડાટ ફેલાયો છે.

2001નાં ભયાવહ ભૂકંપ બાદ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય રહેતાં કચ્છમાં અવિરતપણે હળવા ધરતીકંપના આંચકા આવી રહ્યા છે. જે આંચકાનો સીલસીલો છેલ્લા 14 કલાકમાં પણ ચાલુ રહેતાં 1.1 થી 1.7 સુધીની તીવ્રતા ધરાવતા ચાર આંચકા કચ્છમાં નોંધાયા હતાં. જેમાં ત્રણનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક હતું જ્યારે એકનું કેન્દ્ર બિંદુ દુધઇ ગામ નજીક હતું. ભૂકંપના હળવા આંચકાનો અનુભવ આ વિસ્તારના લોકોને થયો હતો નહિ. પરંતુ ગઇકાલે બપોરનાં 3.44 મીનીટે તાલાલામાં 2.9ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો.

પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં તાલાલાથી નવ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતો આંચકો જમીનમાં માત્ર 5.8 કિ.મી.ની ઉંડાઈ પર નોંધાતા લોકોને અનુભવ થયો હતો. અને ફફડાટને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. સમગ્ર પંથકમાં આ આંચકો અનુભવાયો હતો.

જ્યારે સાંજના સમયે 7.17 મીનીટે રાજકોટથી પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં 25 કિ.મી. દૂર કેન્દ્ર બિંદુ ધરાવતા જમીનમાં 14.9 કિ.મી. પર બેની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. જો કે બહુમાળી મકાનો સિવાય લોકોને અનુભવ થયો હતો નહી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો