મોરબી જિલ્લામાં ખેત ઓજારોની સહાય 19,091 અરજદારોને મળશે.

કુલ 20,660 ખેડુતોએ અરજીઓ કરવામાં આવી હતી.

મોરબી : મોરબી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેત ઓજારો માટે ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં ખેત ઓજારો માટે 20,660 અરજીઓ આવી છે.

મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેતઓજારો માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવી હતી. જોકે હાલ આ ખેત ઓજારો માટેની ઓનલાઈન અરજી કરવાનો સમય પૂરો થઈ ગયો છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં ખેડૂતોએ ખેત ઓજારો મેળવવા માટે 20,660 અરજીઓ કરી હતી. જેમાંથી 19,091 અરજીઓમાં ખેત ઓજારો મળવા પાત્ર હોવાનું જાહેર કર્યું છે. તેમજ 2019 અરજીઓ મંજુર કરવામાં આવી છે.

આ અરજીઓમાં મોટા ઘટકમાં રોટાવેટર, પ્લાઉ અને ટ્રેકટરની સૌથી વધુ ડીમાંડ રહી છે. નાના ઘટકમાં તાલપત્રી, બેટરીવાળા સ્પ્રે પંપની માંગ કરાઈ છે. ખેતી માટેના જુદાજુદા સાધનોમાં સબસીડી અને સહાય અપાતી હોય છે. જ્યારે હજુ પણ ખેતઓજારો માટે અરજીઓ કરવાનું ચાલુ છે. જેમાં પાક સંગ્રહ ગોડાઉન, માલ વાહક વાહન, સ્માર્ટ હેન્ડ ટુલકીટ માટેની અરજીઓ ખેડૂતો કરી શકશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો