skip to content

જમીન માપણી ભૂલ સુધારાની સત્તા લેન્ડ રેકર્ડ સુપ્રિ.ને 31 ડિસેમ્બર સુધી મુદત લંબાઇ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખેતીની જમીનના રી-સર્વે દરમ્યાન હજારો કેસોમાં ક્ષેત્રફળ ઘટી ગયાના કિસ્સાઓ બહાર આવ્યા છે. રાજય સરકારે આવી ક્ષેત્રફળ સુધારવા માટેની સતા આ અગાઉ જે તે પ્રાંત અધિકારીને આપી હતી. તેના બદલે હવે ક્ષેત્રફળ સુધારવાના પાવર સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકડર્સને સોંપી દઇ આપી વાંધા અરજી રજુ કરવાની મુદત અગાઉ 31/5/2020 નક્કી કરી હતી. તેમાં વધારો કરી હવે 31/12/2020 સુધીમાં અરજી કરી શકશે. તેવો એક પરિપત્ર રાજયના મહેસુલ વિભાગે ગઇકાલે કરી તમામ જિલ્લા કલેકટરોને જાણ કરી છે.

ગુજરાત રાજય સરકાર દ્વારા વર્ષ 2012માં તમામ ખેતીની જમીનોની નવેસરથી માપણી કરવા માટે અને રેકર્ડ ડિજીટલ કરવા કામગીરી શરૂ કરી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવી કામગીરી દરમ્યાન હજારો કિસાનોના ખેતરના ક્ષેત્રફળ ઘટી ગયાના કિસ્સા બહાર આવ્યા હતા અને ભારે ઉહાપોહ થયો હતો જે સામે સરકારે એજન્સીને કામ બંધ કરાવી દઇ રેકર્ડ સુધારવાની કામગીરી-અરજી કરવા સૂચના કરતા લાખો અરજીઓ થઇ છે. હવે રેકર્ડ સુધારવાની સત્તા સુપ્રિટેન્ડને સોંપી દેતો હુકમ કર્યો છે.

રાજયમાં ખેતીની જમીન રી-સર્વે માટે ડિઝીટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડઝ મોર્ડેનાઇઝેશન પ્રોગ્રામ (ડીઆઇએલઆરએમપી) હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી કુલ 33 જિલ્લામાં હાથ ધરવામાં આવેલ છે. પ્રમોલગેશન પછી રીસર્વે રેકર્ડમાં ખાતેદારો દ્વારા રેકર્ડની ક્ષતિઓ સુધારવાની રજુઆતો આવે છે. કાયદાકીય જોગવાઇ હેઠળ પ્રમોલગેશન પછી રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા નારાજ અરજદારે જમીન મહેસુલ અધિનિયમની કલમ 203 હેઠળ અપીલ કરવાની જોગવાઇ છે.

આવી અપીલ રાહે દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિ, વકીલાત ફી અન્ય ખર્ચ અને હાડમારી ભોગવવાના પ્રશ્ર્નો ઉપસ્થિત ન થાય તે માટે વંચાણે લીધા (1)ના પરિપત્રથી પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારણાની અરજીઓ પરત્વે અપીલ કરવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડઝશ્રીને સાદી અરજી આધારે નિકાલ કરવાની સત્તા એનાયત કરવામાં આવેલ છે.

આ બાબતે મહેસુલ વિભાગ દ્વારા ખેડૂત ખાતેદારોને રીસર્વે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમય મર્યાદામાં વંચાણે લીધા (2) તથા (3)ના પરિપત્રથી અનુક્રમે તા.31/12/2019 તથા તા.31/3/2020 નક્કી કરવામાં આવેલ હતી. વેચાણમાં લીધા (3)ના પરિપત્રથી નિયત થયેલ સમયમર્યાદામાં કોવિડ-19 વાઇરસની મહામારીના કારણે 25/3/2020 બાદ તા.31/5/2020 સુધી લોક-ડાઉનની પરિસ્થિતિના કારણે અરજીઓના નિકાલની કામગીરી થઇ શકેલ નથી.

વધુમાં આ બાબતે પ્રજાના પ્રતિનિધિઓએ પણ રજુઆત કરેલ હોઇ રીસર્વે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારણા અરજી કરવાની સમયમર્યાદા વધારવાની બાબત વિચારણા હેઠળ હતી. આથી આવા ખેડૂત ખાતેદારોને પણ અરજી કરવાની તક મળી શકે તેમજ પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય, વકીલ ફી ખર્ચ ન થાય અને અન્ય હાડમારી ભોગવવી ન પડે તે હેતુથી ઉકત વેચાણમાં લીધા (3) મુજબના પરિપત્રથી ખાતેદારોથી તરફથી રજુ થતી અરજીઓ માટે નિયત કરેલ સમય મર્યાદા વધારી તા.31/12/2020 સુધી લંબાવવામાં આવે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IiJDSbwHVEbD7qcQFmyTA4

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો