કેશોદ: ખેડુતોને તાત્કાલીક પાક વીમો આપવા માટે મામલતદારને આવેદન આપ્યું.
રિપોર્ટર : મયુરી મકવાણા -જૂનાગઢ
જૂનાગઢ કેશોદમાં ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિ તથા તાલુકા કિસાન સંઘ દ્વારા પાક વીમા પોલિસીનું તાત્કાલિક વળતર મળે તે માટે કેશોદ મામલતદારને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનમાં ખેડુતો દ્વારા જણાવવામાં આવ્યું કે કેશોદ તાલુકાના ખેડૂતો કમોસમી વરસાદનો ભોગ બન્યા છે તથા ખેડૂતો ને મોઢે આવેલ કોળિયો ઝુંટવાય ગયો હોય ત્યારે ખેડૂતો પોતાના પાકનું વળતર મેળવવામાં PMFBY પ્રમાણે વિમાનું પ્રીમિયમ અગાઉથી જ કપાવી હક્ક માંગવાનો અધિકાર છે. તથા હાલમાં ખેડૂતોની દુર્દશા એવી બની છે કે ખેડૂતો ને વીમા કંપની તેમજ સરકાર વચ્ચે ફૂટબોલની જેમ ઉછળી રહ્યા છે તેમજ પાકના રક્ષણનું પ્રીમિયમ ભર્યા પછી પણ શિયાળુ પિયત કરવામાં મુશ્કેલ બની શકે છે.
PMFBY અંતર્ગત એક જ ગામમાં પ્રીમિયમ ભરનાર ખેડૂતોની કુલ સંખ્યાના 33% થી વધુ ખેડૂતો નુકશાની અંગેની અરજી કરે ત્યારે આવા ગામોમાં રેન્ડમ પદ્ધતિથી સર્વે કરવામાં આવે છે . જેમાં એકજ ગામમાં 300/400 ખેડૂતોની અરજીઓ થઈ હોય ત્યારે બધાજ ખેડૂતોના સર્વે કરવામાં આવે તેવા સંજોગોમાં શિયાળુ પાકના વાવેતર માટે ખેતરમાં મગફળીના બગડેલા પાકની સફાઈ કરાવવાની ફરજ પડે અને જો ના કરવામાં તો ખેડૂતો શિયાળુ પાક લઈ ન શકે.
PMFBY અંતર્ગત કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે સર્વે કરવામાં આવેલ ટિમ દ્વારા જે તે ગ્રામ પંચાયત ને સાથે રાખી પંચ રોજકામ કરવામાં આવે જેમાં કુલ આવેલ અરજીઓ તેમજ સર્વે કરવામાં આવે તે તારીખનું નોંધ કરી પંચ રોજકામ કરવામાં આવે તેવી કેશોદ મામલતદારને ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
જુવો તસ્વીર….
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…