Placeholder canvas

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વાંકાનેર શહેરમાં પોરાનાશક કામગીરી કરવામા આવી

હાલમાં વાંકાનેર શહેરમાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કર્મચારી અને આશા મળીને કુલ ૪૨ ટીમ બનાવીને વાંકાનેર શહેર વિસ્તારનાં તમામ વિસ્તાર આવરી લઈને એન્ટીલાર્વલ કામગીરી જેવી કે વાપરવાના પાણીના પાત્રો નાંદ, માટલા, ફ્રીજની ટ્રે કે જેમાં મચ્છર ના ઈંડા કે પુરા જોવા મળે છે તેમાં નાખવામાં આવેલ.

પાણીના પાત્ર સાફ કરવામાં આવેલ કુલ 2734 ઘરની મુલાકાત લઇ 13197 પાત્રોની તપાસ કરવામાં આવેલી તેમાંથી હાથ 7021 પાત્રોમા ઍબેટથી સારવાર કરવામાં આવેલ. આ કામગીરીનું સુપરવિઝન તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.એ. શેરસીયા, અર્બન મેડિકલ ઓફિસર ડો. દેસાણી, મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર પ્રવિણભાઇ અને તાલુકાના સુપરવાઇઝર માથકીયાભાઇ દ્વારા ઘનિષ્ટ સુપરવિઝન કરવામાં આવેલ.

લોકોને પુરાનું નીદર્શન કરાવિને મચ્છર કયા ઉત્પન્ન થાય છે તેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ, આ તકે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા લોકોને મચ્છરદાનીમાં સૂવાની ટેવ પાડવા જણાવ્યુ હતુ. તેમજ સવાર-સાંજ ઘરમાં લીમડાનો ધુમાડો કરવા અપીલ કરી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો