Placeholder canvas

નવા વર્ષના પ્રથમ ન્યુઝ: કેરાળામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ…

એક વ્યક્તિને કમર પર બે ગોળી વાગી: ઘટનાની જાણ થતા પોલીસ કટના સ્થળે દોડી ગઈ…

આજે પઇળવો, એટલે બેસતું વર્ષ, એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ લોકો સવારે વહેલા ઊઠીને પાઠ પૂજા કરીને એકબીજાને નવા વર્ષના શુભેચ્છા સંદેશ મોબાઇલમાં તો કોઈ રૂબરૂ મળીને ભેટીને સાલ મુબારક કરી રહ્યા હતા એવા જ સમયમાં સવારના સાત વાગ્યાની આસપાસ નવા વર્ષના પ્રથમ ન્યુઝ આવ્યા “કેળામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ…”

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે આજે વહેલી સવારે નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન કરી પરત ફરતા આધેડ પર વગર કારણે પિતા-પુત્રએ હુમલો કરી તલવારનો એક ઘા તથા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ મચી ગયો છે. સદનસીબે આ બનાવમાં આધેડનો આબાદ બચાવ થયો હતો, જેમાં બે રાઉન્ડ મિસ ફાયરીંગ તથા એક ગોળી શરીરની બાજુમાંથી નીકળી ગઇ હતી.

કેરાળાના રૈયાભાઈ છગનભાઈ ગોલતર નામના આધેડ નવા વર્ષ નિમિત્તે ગામના મંદિર ખાતે દર્શન કરી પરત ફરી રહ્યા હોય, ત્યારે આજ ગામનાં વતની આરોપી ગોપાલભાઈ લાખાભાઈ બાંભવા(ઉ.વ. 25) અને લાખાભાઈ ગોરાભાઈ બાંભવા દ્વારા ફરિયાદી પર વગર કારણે હુમલો કરી તલવાર કે ગુપ્તી વડે એક ઘા કરી અને રૈયાભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે રાઉન્ડ મિસ ફાયર તથા એક ગોળી ફરિયાદીને કમરના ભાગની બાજુમાંથી નીકળી જતા આધેડનો આબાદ બચાવ થયો હતો, જે બાદ બંને આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા.

આ બનાવ બાદ ઈજાગ્રસ્ત રૈયાભાઈને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ માલધારી સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા છે. બાબતની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

આ સમાચારને શેર કરો