ખાતરનો ભાવ વધારો પાછો ખેચવાની કે.ડી.બાવરવાની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
મોરબીના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ ને એક પત્ર લખીને તાજેતરમાં ખાતરના ભાવોમાં કરાયેલા કમરતોળ વધારાને પાછો ખેંચવા લેખિત રજૂઆત કરી છે.
ભારત શાથ ઉઅરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું એ હાલ માં ખેડૂતો ના વપરાતા ખાતર ના ભાવો માં કમરતોળ વધારો કરવામાં આવેલ છે .તેવોએ પત્રમાં જણાવ્યું છે કે હાલ માં ખેડૂતો પહેલા અના વૃષ્ટિ અને પછી અતિ વૃષ્ટિનો ભોગ બનેલ છે, સરકાર તરફ. તેઓ ને યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી અને ઉપર થી ખેડૂતો ને જાણે કે મરવા માટે મજબુર કરવા હોય તેવી રીતે ખાતર ના ભાવ માં વધારો કરવામાં આવેલ છે
આ ખાતરનો ભાવ વધારો ખેડૂતો ના મૃત્ય ઘંટ સમાન સાબિત થશે .ખેડૂતો એકતો હેરાન છે . ઉપર થી આ વધારો ખેડૂતો વધારે પરેશાન કરનાર સાબિત થશે, ખેડૂતો પાયમાલ થઇ જશે અને શાકભાજી વગેરેમાં ભાવ વધારાનો સામનો કરવો પડશે ,સામાન્ય નાગરીકો પણ અનાજ અને હવે ગેસના ભાવવધારાથી પરેશાન છે. મોઘવારી એ મજા મૂકી છે, સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે.
મોરબીના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ સમક્ષ માંગણી કરી છે કે આ ખાતરનો ભાવ વધારો પાછો ખેચવામાં આવે, જો આવું સરકાર નહિ કરેતો ખેડૂતોને સાથે રાખીને અમારે ના છુટકે આંદોલન કરવાની ફરજ પડશે, તેઓએ અંતમાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોનું અસ્તિત્વ ટકી રહે તે માટે ખાતરમાં કરેલો ભાવ વધારો પાછો ખેંચે તે ખૂબ જરૂરી છે.