વાંકાનેરમાં પેટ્રોલ 103ને પાર…
વાંકાનેર: વાંકાનેરમાં પેટ્રોલનો ભાવ માત્ર 100ને જ પાર નહીં પણ 103 ને પાર થઈ ગયો છે, કરો જલ્સા….!!!
અચ્છે દિન આનેવાલે હૈ….., આ અચ્છે દિનની રોકેટ ગતિ લોકોને હવે ભારે પડી રહી છે !!! વાંકાનેરમાં પેટ્રોલના ભાવ 103 રૂપિયા ને 10 પૈસા પર પહોંચ્યા છે. ડીઝલનો ભાવ પણ આવી જ ગતિથી આગળ વધી રહ્યો છે, સાથોસાથ ગૃહિણી માટે ખૂબ આવશ્યક એવા ગેસના સિલિન્ડરના ભાવ પણ સમયાંતરે વધી રહ્યા છે. આ બધાજ ઇંધણના ભાવ વધતા રહ્યા તો એમાંથી સીએનજીને પણ બાકાત કઈ રીતે રાખી શકાય? તેથી સીએનજી ના ભાવ પણ છાશવારે વધી રહ્યા છે.
સામાન્ય માણસ હવે કોઇપણ પ્રકારનું ઇંધણ વાપરવા સક્ષમ રહ્યો નથી, મોંઘવારીએ માઝા મૂકી છે. કોરોના મહામારીથી લોકો પેશાબ થઇ ચુક્યા છે, તેવામાં અતિ વરસાદના કારણે ખેતીના ચોમાસુ પાક લગભગ બગડી ચુક્યો છે. ત્યારે આવા ઇંધણના ભાવ લોકોને પરવડે તેમ નથી અને ભાજપના અચ્છે દિન હવે તેમને ભારે વાસમાં લાગી રહ્યા છે.
હવે આ ઇંધણના ભાવ કયાં જઇને અટકશે? પેટ્રોલ પંપ એ લોકોમાં થતી ચર્ચા મુજબ કે આ મોદી પેટ્રોલનો ભાવ લગભગ દોઢસો એ પહોંચાડી દેશે !!જો આવુ થશે તો ફરી પાછો સાયકલ યુગ કે પછી ગુડીયા ગાડીનો યુગ આવશે…. શુ આ જ અચ્છે દિન હશે….!!!