Placeholder canvas

વાંકાનેર: અમરસર ફાટક પાસે બોલેરો અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત: ૧ને ઇજા

વાંકાનેર: અમરસર ફાટક પાસે ગજપીરની દરગાહની સામે આજે સવારે બોલેરો અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયું હતું, જેમાં મોટરસાઈકલ સવારને બંને પગમાં ગંભીર ઈજા થતા તેમને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળેલી માહિતી મુજબ આજે સવારે Gj 03 BV 2081 નંબરના બોલેરો સાથે મોટર સાયકલ નું અકસ્માત થયું હતું જેમાં મોટર સાયકલ સવારને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી જેઓને પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત થતા ત્યાંથી પસાર થતા લોકો ઉભા રહીને ઇજાગ્રસ્ત મોટરસાઈકલ સવારને મોટરસાયકલ નીચેથી કાઢ્યો હતો અને 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો