આજે 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ

દર વર્ષે વિશ્વ જળ દિવસને એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ –વેલ્યુઈંગ વોટર છે. જેનું લક્ષ્ય લોકોને પાણીનું મહત્વ સમજાવવાનું છે.
દર વર્ષે વિશ્વ જળ દિવસને એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ –વેલ્યુઈંગ વોટર છે. જેનું લક્ષ્ય લોકોને પાણીનું મહત્વ સમજાવવાનું છે.
વિશ્વ જળ દિવસ 2021: સભ્યતાઓ અને પરંપરાઓના જન્મ સાથે જ મનુષ્ય દ્વારા જળ ને મહત્વ આપવામાં ઘટાડો થવા લાગ્યો. દાર્શનિક થેલ્સે સેંકડો વર્ષ ઈ.સ. પૂર્વે કહ્યું હતું કે, સમસ્ત ભૌતિક વસ્તુઓનું કારણ જળ છે અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર પણ જળ છે પણ લોકો આ વાતને મહત્વને નથી આપતા. દુખ સાથે કહેવુ પડે છે કે ભારત સહિત સમગ્ર દુનિયા જળ જેવી અમૂલ્ય ધરોહરને સાચવવામાં નિષ્ફળ રહી છે. માટે દર વર્ષે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ઉજવણીની શરૂઆત ક્યારે થઈ:- દુનિયાને પાણીની જરૂરિયાતથી જાણકાર બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ 1992માં રિયો ડિ જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (UNCED) માં વિશ્વ જળ દિવસને મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનું આયોજન પહેલીવાર 1993માં 22મી માર્ચે થયું હતું.
ઉજવણી પાછળનો હેતુ:- દુનિયા માટે પાણી બચાવવુ કેટલુ જરૂરી છે, તે આપણું મૂળભૂત સંસાધન છે, તેનાથી ઘણાં કામનું સંચાલન થાય છે અને પાણીની તંગીથી ઘણાં કામ ઠપ્પ પણ થઈ શકે છે. આવી મહત્વની વાતોને સમજવું જ તેનો હેતુ છે. તેનો મૂળ હેતુ લોકોને એ જણાવવાનો છે કે, પાણી વગર તેમના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે.
વિશ્વ જળ દિવસ 2021ની થીમ:-. દર વર્ષે વિશ્વ જળ દિવસને એક થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ વેલ્યૂઈંગ વોટર છે. જેનો હેતુ લોકોને પાણીનું મહત્વ સમજાવવાનો છે. દુનિયામાં ઘણાં દેશો એવા છે, જ્યાં લોકોને પીવાનું પાણી પણ નથી મળતું. લોકો ગંદુ પાણી પીને અનેક બીમારીઓનો ભોગ બને છે.

આવી રીતે ઉજવવામાં આવે છે :- દર વર્ષે વિશ્વ જળ દિવસ પ્રસંગે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ભાષણ, કવિતાઓ અને કથાઓના માધ્યમથી લોકોને જળ સંરક્ષણ અને તેનું મહત્વ સમજાવવાની કોષિષ કરવામાં આવે છે. તમામ પ્રકારના ફોટો અને પોસ્ટર વહેચવામાં આવે છે જેનું લક્ષ્ય પાણીનું મહત્વ સમજાવવાનું છે.
