ચોટીલા પાસે 22 લાખની લૂંટ કરનાર ત્રણ ઝડપાયા

ચોટીલા તાલુકાના બોરીયાનેશ-મોલડી વચ્ચે નેશનલ હાઇવે રોડ ઉપર ઇકો કારને આંતરી ફરીયાદીને છરી વતી ઇજા કરી રૂ.22,44,648/-ની લુંટ કર્યા અંગેનો ચર્ચાસ્પદ અનડીટેકટ લુંટનો ગુન્હો ડીટેકટ કરી ત્રણ આરોપીઓને લોકલ ક્રાઇમ બ્ર્રાન્ચ, સુરેન્દ્રનગરે ઝડપી લીધા છે. ગત્ તા 15મી ફેબ્રુઆરીના સવારના 11 વાગ્યાની આસપાસ ફરીયાદી મયુરભાઇ ડુંગરભાઇ રાઠોડ થાનગઢ વાળા રેડીયન્ટ કેસ મેનેજમેન્ટ સર્વીસ કંપનીના થાનગઢમાં આવેલ ગુજરાત ગેસ કંપનીના સી.એન.જી. પંપના તથા ચોટીલા ઇકોમ એકસપ્રેસ ઓફીસેના, ચોટીલા-રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ રીલાયન્સ પેટ્રોલપંપના એમ ત્રણેયના મળી કુલ રૂ.22,44,648/- થેલામાં લઇને ચોટીલા બેન્કમા જમા કરાવવા રીલાયન્સના પંપેથી ઇકો ગાડીમા બેસી જતા હતા તે દરમ્યાન બોરીયાનેશ ગામથી કનૈયા હોટલ વચ્ચે હાઇવે રોડ ઉપર સફેદ કલરની કાળા કાચ વાળી નવા મોડલની સ્વીફટ ગાડીમા અજાણ્યા બે આરોપીઓએ આવી પોતાનો ઇરાદો પાર પાડવા માટે ઇકો ગાડીને ઓવરટેક કરી, રોકાવી ફરીયાદીને આરોપીઓએ છરી વડે ઘા મારી જમણા હાથના ખંભામા તથા બાવડામા ઇજા કરી ફરીયાદી પાસેના રોકડ રૂ.22,44,648/- ભરેલ થેલાની લુંટ કરી નાસી ગયેલ હોય જે અંગે નાની મોલડી પો.સ્ટે.માં ગુનો રજી. કરવામાં આવેલ હતો.

સંદીપ સિંધ, નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલની આગેવાનીમા એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કોડ, એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગરની ટીમો, તથા સી.પી.મુંધવા નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડીવીઝન નાઓની આગેવાનીમા નાની મોલડી પોલીસ સ્ટેશન, ચોટીલા પોલીસ સ્ટેશન, થાનગઢ પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યા આજુબાજુના તથા આરોપીઓ ગુન્હો કરી નાસેલ તે રસ્તાના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી, રાહદારી માણસોની પુછપરછ કરી, ફરીયાદીની સાથે તે કંપનીમાં કામ કરતા માણસોની તથા અન્ય શંકાસ્પદોની પુછપરછ કરી, અગાઉ આવા પ્રકારના ગુન્હામાં પકડાયેલ આરોપીઓનો ડેટાબેઝ એકત્ર કરી, તેઓની હાલની પ્રવૃતિ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ શરૂ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ તથા ગુન્હામાં વપરાયેલ નંબર પ્લેટ વગરની મારૂતી સ્વીફટ કાર શોધી કાઢવા ખાસ કવાયત હાથ ધરવામાં આવેલ હતી.

આ ઉંડાણપુર્વકની તપાસના અંતે ગુન્હામાં અજાણ્યા આરોપીઓને કોઇ જાણભેદુએ ટીપ આપેલ હોવાની, તથા અજાણ્યા આરોપીઓ દ્વારા પ્લાન બનાવી ગુન્હાને અંજામ આપેલ હોવાની હકીકત સ્પષ્ટ થતા તે દિશામાં સધન તપાસ કરતા ગુન્હામાં રાજકોટના તથા થાનગઢના ગુન્હેગારો સંડોવાયેલ હોવાની શંકાસ્પદ હકીકત પ્રાથમીક દ્રષ્ટ્રીએ જણાયેલ. જેથી તે અંગે તપાસ હાથ ધરતા હ્યુમન સોર્સથી મળેલ ચોકકસ હકીકત આધારે શકદાર રાજ ચંન્દ્રપ્રકાશ કોટાઇ રહે.રાજકોટ વાળાને રાજકોટ સંત કબીર રોડ ઉપરથી રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા પ્રથમ તો પોતે કોઇ ગુન્હો કરેલ નથી એમ જણાવી બચવા પ્રયત્ન કરેલ પરંતુ તેની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.60,000/- બાબતે તથા ગુન્હા સમયે તેની હાજરી બાબતે કડકાઇથી પુછતા મજકુર ભાંગી પડેલ અને સદર ગુન્હો પોતે આરોપી પ્રવિણ બળદેવભાઇ સેણજીયા રહે.રાજકોટ હાલ રહે.થાનગઢ રૂપાવટી રોડ વાળા સાથે મળી આચરેલ છે અને ફરીયાદીની તમામ હરકતની ટીપ આરોપી રાહુલ ઉર્ફે રોય હિમંતભાઇ પરમાર રહે.થાનગઢ આંબડકરનગર-ર વાળાએ આપેલ હોવાની કબુલાત આપતા મજકુર ઇસમને સાથે રાખી થાનગઢ મુકામે શકદાર પ્રવિણ ઉર્ફે બળદેવભાઇ સેણજીયાને થાનગઢ રૂપાવટી રોડ ઉપર આવેલ તેના રહેણાંક મકાનેથી તથા શકદાર રાહુલ ઉર્ફે રોય હિમંતભાઇ પરમારને થાનગઢ આંબડકરનગર-ર ના તેના રહેણાંક મકાનેથી રાઉન્ડ અપ કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવેલ.

ત્રણેય ઇસમોને આમને સામને રાખી યુક્ત-પ્રયુક્તિથી જરૂરી પુરાવા સાથેની પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ સદર ગુન્હો સાથે મળી આચરેલ જેમાં આરોપી રાહુલ ઉર્ફે રોય હિમંતભાઇ પરમારે સદર ગુન્હો કરવા માટે ફરીયાદી મયુર રાઠોડનો આવવા જવાનો ટાઇમ, તથા કેટલા પૈસા હશે વિગેરે બાબતે ટીપ આપેલ. જે ટીપ આધારે આરોપી પ્રવિણ તથા રાજ અમે બંનેએ તા.14મી ફેબ્રુઆરીના રોજ બંનેના મોબાઇલ ગોંડલ પોતાના મિતત્રની ઓફીસમાં ચાલુ હાલતમાં મુકી દઇ, સાંજના સમયે ચોટીલા આવી, માતાજીના દર્શન કરી ચોટીલા નાઇટ હોલ્ટ થયેલ અને ગઇ તા.15/02/2021 ના વહેલી સવારના નંબર પ્લેટ વગરની સફેદ કલરની મારૂતી સ્વીફટ કાર સાથે ચોટીલા-થાનગઢ રોડ ઉપર આવેલ પીરની દરગાહ પાસે ઉભા રહી મયુરની રેકી કરી, મયુર સિલ્વર સ્પ્લેન્ડર લઇને નીકળતા તેની સ્વીફટ ગાડીથી પીછો કરી ફરીયાદી મયુર છેલ્લે વાકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ રીલાયન્સના પંપેથી પૈસા લઇ ઇકો કારમાં બેસી નીકળતા, તેઓ બંનેએ સ્વીફટ કાર વચ્ચે નાખી ઇકો કારને રોકાવી ફરીયાદીને છરી મારી પૈસા ભરેલ થેલાની લુંટ કરી ચોટીલા, આણંદપુર, સરધાર, શેમડા, ગોંડલ થઇ રાજકોટ પાછા જતા રહેલ હતા. જે લુંટમાં બાવીસ લાખ જેટલા રૂપિયા મળેલ હોવાની કબુલાત આ સદર ગુન્હો ડીટેકટ થયેલ છે.આ અંગે તપાસ દરમ્યાન આરોપી રાજ ચંન્દ્રપ્રકાશ કોટાઇ રહે.રાજકોટ વાળા પાસેથી રોકડા રૂ.60,000/- તથા આરોપી પ્રવીણ બળદેવભાઇ સેણજીયાના કબ્જા ભોગવટામાંથી રોકડા રૂ.11,98,800/- તથા લુંટના પૈસામાંથી પંજાબ જઇ ત્યાથી ખરીદેલ એક એસેમ્બલ બનાવેલ કાળા કલરની જીપ ગાડી નં-પીબી-80-1312 વાળી કિ.રૂ.4,60,000/-, મોબાઇલ ફોન-ર કી.રૂ.10,000/- તથા આરોપીઓએ ગુન્હો કરવામાં ઉપયોગ કરેલ સફેદ કલરની મારૂતી સ્વીફટ કાર નં-જીજે-03-એલ.એમ-4524 કિ.રૂ.6,00,000/- મળી કુલ રૂ.23,28,800/- નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓને ધોરણસર અટક કરી વધુ તપાસ અર્થે નાની મોલડી પો.સ્ટે. સોપી આપેલ છે.

આ સમાચારને શેર કરો