જેતપરડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો.

વાંકાનેર: જેતપરડા પ્રાથમિક શાળામા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ શનિવારે યોજાયો હતો .તે અંતર્ગત આંગણવાડીના નાના બાળકો અને ધોરણ 1 ના 28 બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમા ધોરણ 3થી8ના પ્રથમ નંબર આવેલા બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વોરા, જીલ્લા પંચાયત સદસય વાઘજીભાઈ, તાલુકા પંચાયત સદસય રણજીતભાઈ વિરસોડીયા, સરપંચ ઇલમુદીનભાઇ, જેતપરડા ગામના ઉપસરપંચ ઈન્દ્રજીતસિહ વનરાજસિંહ ઝાલા, એસ એમ સી ના સભ્યો તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનુ સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતુ.બાળકો ને સરપંચ તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યુ હતુ.ગામલોકોએ શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો