Placeholder canvas

વાંકાનેર:ગઢિયા ડુંગરમાં બિરાજમાન ગાત્રાળમાં અને ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આજે વાંકાનેરના ગઢિયા ડુંગર માં બિરાજમાન ગાત્રાળમાં અને ગઢિયા હનુમાન દાદા ના સાનિધ્ય માં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ વૃક્ષારોપણનો કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે શ્રી કેસરી દેવસિહજી ઝાલા (વાંકાનેર સ્ટેટ) શૈલેષભાઈ ઠક્કર ( સદસ્ય ગુજરાત પ્રદેશ ભાજપ વ્યાપારી સેલ ) , રતિલાલ અણીયારી, પ્રમુખ તાલુકા ભાજપ,ધર્મેન્દ્ર સિંહ ઝાલા સરપંચ વઘાસિયા, હિરેનભાઇ ખીરૈયા ઉપ પ્રમુખ વાંકાનેર શહેર, મંત્રી નરેન્દ્રભાઇ પાટડિયા, શહેર ભાજપ, પ્રજ્ઞેશભાઈ પટેલ (ચેમ્બર ઓફ કોમર્સ વાંકાનેર) બી.પી. સોનારા (સૅકલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર),એન.આર.હુબલ (નાયબ ઈજનેર પીજીવીસીએલ મોરબી),એસ. આર રાકજા કાર્યપાલ ઇજનેર પીજીવિસીએલ વાંકાનેર ડીવીઝન, ભુપતભાઇ છૈયા (પર્યાવરણ પ્રેમી), મોરબીના મેતાજી અલ્પેશભાઈ, પક્ષી વિદ રામદેભાઈ ભાટીયા તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા,

આ વૃક્ષારોપણમા રુખડો જે આખા ગુજરાતમા અમુક જગ્યાએ જ મળે છે, તેનું વાવેતર કરવામાં આવ્યુ હતું, સાથે સાથે ઊંબરા, કરંજ, પીપર, વડલા, બોરસલી,લીમડા વગેરે વાવવામા આવ્યા હતા, ગઢિયા હનુમાન મિત્ર મંડળ વતી સમગ્ર કાર્યક્રમના ઈનચાર્જ રવિભાઈ લખતરીયા રહયાં હતા, તમામ મહેમાનોનું સાલ અને ફુલહારથી સ્વાગત કરેલ ત્યાર‌બાદ આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ આયોજન ને સફળ બનાવવા માટે ગઢિયા હનુમાન મિત્ર મંડળના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો