જૂનાગઢ: કેશોદમાં સમસ્ત મશરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
મયુરી મકવાણા જૂનાગઢ
જૂનાગઢ કેશોદના શ્રી દશનામી ગોસ્વામી ભવન ખાતે સમસ્ત મશરૂ પરિવાર દ્વારા એક વિશાળ પાવનકારી શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ કેશોદ ના શ્રી દશનામી ગોસ્વામી સમાજ ખાતે માળીયા હટીના નિવાસી ભગવતાચાર્ય શ્રી કેતન ભાઈ પેરાણી દ્વારા સંગીતમય સુમધુર પાવનકારી પાપ વિનાસીની શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદ શહેર તેમજ સમગ્ર વિસ્તારમાં થી ભાવિ ભક્તોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
તે ઊપરાંત વ્યસસન પર બિરાજમાન ભગવતાચાર્ય કથામાં આવનાર ભક્તો ને રસપ્રદ ભગવાનના અવનવા અલોકીક પ્રસંગોથી ભક્તોને ભાવવિભ કર્યા હતા તથા કથા માં પધારેલ ભક્તોને કથા સ્થળ પર ભોજન સાથે લઈ પોતપોતાના ઘરે પ્રસ્થાન કરે છે. તેમજ આજુબાજુ ના સમગ્ર વિસ્તારમાં થી આવેલા ભક્તો શ્રદ્ધા અને અસ્થાની સાથે કથામાં ડૂબી ભગવાનની લીલાનો આંનદ માણે છે .