ફિલ્મ તાન્હાજીમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવા મામલે વિરોધ
વાંકાનેરના સામાજિક કાર્યકરે કલેકટર મારફત સેન્સર બોર્ડને રજુઆત કરી આ ફિલ્મને સર્ટિફિકેટ ન આપવાની માંગ કરીવાંકાનેર : બૉલીવુડ સ્ટાર અજય દેવગણ અને કાજોલ અભિનીત આગામી ફિલ્મ તાન્હાજીમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ થઈ હોવાનું જણાવીને આ મામલે વાંકાનેરના સામાજિક કાર્યકરે વિરોધ નોંધાવ્યો છે અને તેમણે કલેકટર મારફત સેન્સર બોર્ડને રજુઆત કરીને આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો થયેલી છેડછાડ અટકાવવામાં આ આવે તો સર્ટિફિકેટ ન આપવાની માંગ કરી છે.
વાંકાનેરના સામાજિક કાર્યકર સુખદેવ ડાભીએ કલેકટર મારફત સેન્સર બોર્ડને રજુઆત કરી હતી કે ફિલ્મ નિર્દેશક ઓમ રાઉતની નિર્દશીત અને ફિલ્મ અભિનેતા અજય દેવગણ તથા કાજોલ અભિનીત ફિલ્મ તાન્હાજી ધ અનસંગ વોરિયર્સ આગામી જાન્યુઆરી 2020માં રિલીઝ થવાની શકયતા છે એ ફિલ્મનું હમણાં ટેલર દર્શવામાં આવ્યું છે જેમાં આ ફિલ્મમાં મૂળ ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં થયા હોય એવું લાગે છે.
આ ફિલ્મમાં સુબેદાર નરવીર તાન્હાજીરાવ માલસુરેની જાતિ, ઓળખ સહિતના મૂળ ઐતિહાસિક તથ્યો સાથે ભારે છેડછાડ થઈ છે.આ સુબેદાર નરવીર તાન્હાજીરાવ માલસુરના પ્રત્યે સમગ્ર ભારતના કોળી સમાજની ભાવનાઓ જોડાયેલી છે.તેથી.કોળી સમાજની લાગણી દુભાઈ તેમ છે.આથી આ ફિલ્મમાં મુળ ઐતિહાસિક તથ્યો સાથે થયેલી છેડછાડ રોકવામાં ન આવે તો ફિલ્મને સર્ટિફિકેટ ન આપવાની માંગ કરી છે.