મોરબી: ઓમવિલામાં ચાલતા જુગારધામ પર આર.આર.સેલનો દરોડો,૫૦ લાખથી વધુનો મુદામાલ કબજે…

મોરબી જીલ્લામાં શ્રાવણમાસની શરૂઆતથી જ જુગારીઓની મોસમ પુરબહારમાં ચાલી રહી છે તો પોલીસ પણ સતત કામગીરી કરી છે તો એવામાં આરઆર સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને માસ મોટું જુગારધામ ઝડપી પાડ્યું છે અને ૫૦ લાખથી વધુનો મુદામાલ પણ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ ધુનડા સજનપર આવેલ ઓમ વિલામાં બંગલો ધરાવતા અને બોની પાર્ક વિસ્તારમાં રહેતા ધવલ ભગવાનજીભાઈ પટેલે પોતાના બંગલામાં નાલ ઉધરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે આર આર સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દરોડો પાડ્યો અને ત્યાં જુગાર રમતા ધવલ ભગવાનજીભાઈ પટેલ, બાબુ રૂગનાથભાઈ પટેલ, જીવરાજભાઈ મેધજીભાઇ પટેલ, હર્ષદ ભાણજીભાઈ પટેલ, પંકજ જયંતીભાઈ પટેલ, રજનીકાંત ભવાનભાઈ પટેલ અને મહેશ રૂગનાથભાઈ પટેલને રોકડ રકમ ૨૫,૪૪,૧૦૦, કાર નંગ-૨ કીમત રૂ.૨૫,૦૦,૦૦૦ અને મોબાઈલ નંગ-૮ કીમત રૂ.૪૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૫૦,૮૪,૧૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •