Placeholder canvas

વાંકાનેર: પ્રથમ વખત ધારાસભ્ય બનેલા જીતુભાઈ સોમાણી મંત્રી બનશે…

ભુપેન્દ્રભાઈ પટેલને ફરી મુખ્યમંત્રી બનાવવાની વિધિવત જાહેરાત થયા બાદ સમાજના તમામ વર્ગને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી ગોઠવણ થઈ રહી છે. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતી વાંકાનેર બેઠકમાં સતત ત્રણ વખતથી કોંગ્રેસના ઉમેદવારને 20હજાર જેટલામાં મતોથી પરાજિત કરીને ચૂંટાયેલા લોહાણા સમાજના જીતુભાઇ સોમાણી ધારાસભ્ય બનતા ની સાથે જ તેઓને મંત્રી પદ મંત્રી પદ મળે તેવા સંકેતો મળી રહ્યા છે.

એ દરમિયાન વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળેલ છે કે ભુપેન્દ્રભાઈ સરકારના નવા મંત્રીમંડળમાં મોરબી જિલ્લામાંથી વાંકાનેર બેઠક ઉપરથી વિજેતા બનેલા જીતુભાઈ સોમણીને સ્થાન આપી લોહાણા સમાજને પ્રતિનિધિત્વ આપવાની સાથે હળવદ ધ્રાંગધ્રા બેઠક ઉપરથી વિજેતા બનેલા અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે.

મોરબી જિલ્લાના બે ધારાસભ્યોને મંત્રી પદ મળી શકે છે આ બંને મંત્રીઓ કેબિનેટ કક્ષાના નહીં પણ રાજ્યકક્ષાના હોય તેવું બની શકે અને કદાચ મુખ્યમંત્રી શપથ સમારંભ દરમિયાન આ નામની જાહેરાત ન થાય બીજા રાઉન્ડમાં તેમના નામો આવે તેવી માહિતી મળી રહી છે.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી 15 વર્ષનો વનવાસ પૂરો કરીને ધારાસભ્ય પદ મેળવ્યું છે, ધારાસભ્ય પદ મેળવતા જ તેઓને મંત્રી પદ પણ મળશે… વાંકાનેરમાં સૌપ્રથમ અમિયલભાઈ બાદી અને પોપટભાઈ જીંજરીયા મંત્રી બન્યા બાદ હવે જીતુભાઇ સોમણી મંત્રી બનશે.

આ સમાચારને શેર કરો