skip to content

અમદાવાદ: પાર્લરમાં ઘૂસી મહિલાની છાતી પર નાખ્યો સિધો હાથ અને પછી…

નારણપુરામાં બ્યુટી પાર્લર ચલાવતી નિવૃત જવાનની પત્નીને બ્યુટી પાર્લરમાં શું કરો છો કહીને ચાર શખ્સોએ બિભત્સ ગાળો બોલીને છેડતી કરી હતી. એટલું જ નહી મહિલાની સગીર દિકરી, ભત્રીજી અને બહેનને ગડદાપાટુનો માર મારી પાર્લરમાં ઘણી તોડફોડ કરી હતી. આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધીને બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.

અજાણ્યા શખ્સો બ્યુટી પાર્લરમાં આવ્યા હતા અને બન્ને બિભત્સ વાતો કરવા લાગતા મહિલાએ તેમના નામ પુછ્યા હતા. જેમાં તેમણે તેમના નામ અજ્જુ ગોરીયા અને સુનિલ મેઘવાલ હોવાનું જણાવ્યું હતું. મહિલાએ બન્નેને પાર્લરમાંથી બહાર નીકળી જવાનું કહેતા ગુસ્સે ભરાયેલા અજ્જુએ ઈરાદાપુર્વક મહિલાની છાતી પર હાથ નાંખી ટીશર્ટ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

તે સમયે મહિલાની બહેને છોડાવવા વચ્ચે પડતા સુનિલ મેઘવાલે અહીં હાજર મહિલાની દિકરીની ટીશર્ટ પકડીને ખેંચવા લાગ્યો હતો. મહિલાએ વચ્ચે પડતા મેઘવાલ તેની દિકરીનો હાથ પકડી લીધો હતો. જેને પગલે મહિલાએ બન્નેને ધક્કા મારીને બહાર કાઢી મુક્યા હતા. જોકે છોડીવાર બાદ અજ્જુઅને સુનિલ તેમના બે મિત્રો સાથે પાછા આવ્યા હતા. બન્ને શખ્સોએ અજ્જુ સાથે ઝઘડો કેમ કરો છો કહીને ખિસ્સામાંથી ચાકૂ કાઢીને હવે પછી અજ્જુ સાથે ઝઘડો કરશો તો જાનથી મારી નાંખીશ, એવી ધમકી મહિલાને આપી હતી.

ત્યારબાદ ચારેય જણાએ ભેગા મળીને મા દિકરી અને તેમની બન્ને સંબંધી યુવતીઓને ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહી બ્યુટી પાર્લરના કાચ, ફર્નિચર અને દરવાજા તોડી નાંખીને ભારે નુકશાન કર્યું હતું. મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા ઘટનાસ્થળે આવેલી પોલીસે સુનિલ અને અજ્જુને ઝડપી લીધા હતા. જ્યારે તેમના બે મિત્રો ભાગી ગયા હતા. વાડજ પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરીને ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો