જામનગર : ડ્રાઇવરને ઝોકું આવી જતા ઇકો કેનાલમાં ખાબકી,ચારનાં મોત,એક ગંભીર

જામનગર- ધ્રોલ હાઇવે પર સોયલ ગામ નજીકની ઘટના, વહેલી સવારે કારનો અકસ્માત થતા જામજોધપુરના પરિવારના ચાર સભ્યોના મોત

ડ્રાઇવરોની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા નિર્દોષો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ હાઇવે પર બની છે. આ અકસ્માતમાં મારૂતિની ઇકો કારના એક ડ્રાઇવરને ઝોકું આવી જતા તેણે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર નજીકમા આવેલ કેનાલમાં જઈને ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત વ્યક્તિને જામનગરની GG હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બનાવની વિગત એવી છે કે જામનગર -ધ્રોલ હાઇવે પર સોયલ નજીક વહેલી સવારે એક ઇકો કાર પલટી ગઈ હોવાનો મેસેજ પોલીસને મળ્યો હતો. આ કારમાં ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિ સવાર હતા તમામ લોકો જામજોધપુરનો પરિવાર હતો.

વહેલી પરોઢે સોયલ પાસે GJ 10 TV 8515 નંબરની ગ્રે કલરની ઇકો કાર પલટી જતા બુકડો થઈ ગઈ હતી. અકસ્માતના કારણે ચાર વ્યક્તિઓ કાળનો કોળિયો બની ગઈ હતી. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી હતી જેને સારાવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.

આ સમાચારને શેર કરો