સુરત: પૂર્વ પોલીસ કમિશનર સતીષ શર્માના ખાતામાંથી પૈસા ઉપડી ગયા!
પૂર્વ IPS અધિકારી સાથે ઇન્ટરનેટ બૅન્કિંગમાં છેત્તરપિંડી, ગાંધીનગર SBIના ખાતામાંથી પૈસા ઉપડી ગયા. પૂર્વ CPએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી.
સુરત : નેટબૅન્કિંગ દ્વારા લોકો સાથે રોજ ઠગાઈ ની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. પણ આજે સામે આવેલી ઘટનામાં સુરતના નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્માની ઠગાઇ થઈ છે. જેમના ખાતામાંથી રૂ. 4899 ઊપડી જતાં મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે, ઠગાઈ થતાં ખુદ નિવૃત પોલીસ કમિશનરે ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સામાન્ય વ્યક્તિ નેટ બૅન્કિંગ દ્વારા ઠગાઈનો ભોગ બને છે ત્યારે પોલીસ તેમની ફરિયાદ નથી લેતી ઉલટી શિખામણ આપતી હોય છે. ત્યારે આજે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે નેટ બૅન્કિંગની ઠગાઈ નથી થઈ પરંતુ સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સતીશ શર્મા સાથે ઠગાઈ થઈ છે.
બનાવની વિગત એવી છે કે શહેરના પીપલોદ વિસ્તારની ઝીંઝર હોટલની સામે ફોર સીઝન્સમાં રહેતા રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માનું ગાંધીનગરની SBI બૅન્કમાં એકાઉન્ટ છે. 26મી તારીખે સવારે 7.45 વાગ્યે તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં એસબીઆઇ ડે.કાર્ડ એક્સ 412 યુઝ્ડ ફોર 4899 લખ્યું હતું. નિવૃત્ત સીપીએ આવું કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવા છતાં ખાતામાંથી રૂ. 4899 રૂપિયા ઊપડી ગયા હતા.
કોઈ અજાણ્યા શખ્સે રિટાયર્ડ પોલીસ કમિશનરનો ડેબિટ કાર્ડ નંબર અને પાસવર્ડ ચોરી કરી ડેબિટ કાર્ડમાંથી રૂ. 4899નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ચાર મહિના પહેલાં પોલીસ કમિશનર સતીશ શર્મા સુરત ખાતેથી રિટાયર્ડ થઈને સુરતમાં જ સ્થાયી થયા છે. જોકે તેમણે તાત્કાલિક આ મામલે ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમની ટિમ આરોપીને શોધવા લાગી ગઈ છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…