Placeholder canvas

મોરબી: સીરામીક ફેકટરીમાં માસુમ બાળકી ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ

મોરબી : મોરબીમાં એક ધૃણાસ્પદ ઘટના સામે આવી છે જેમાં મોરબી નજીક આવેલી એક સીરામીક ફેકટરીમાં માસુમ બાળકી ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હોવાની માનવતાને શર્મશાર કરતી ઘટના બહાર આવી છે. ફેકટરીમાં કામ કરતા એક વાસનાંધ શખ્સે દારૂના નશામાં આ અધમ કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ધૃણાસ્પદ બનાવની મળતી વિગતો અનુસાર મોરબી નજીક આવેલ એક સીરામીક ફેકટરીમાં માસુમ બાળા પર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં આ સીરામીક ફેકટરીમાં બપોરના દોઢ વાગ્યાની આસપાસ આ જઘન્ય બનાવ બન્યો હતો. માસુમ બાળા ફેકટરીમાં રમતી હતી.તે સમયે તેનો પરિવાર પણ ત્યાં જ હતો.પરંતુ તે સમયે ફેકટરીમાં કામ કરતા એક શખ્સે દારૂના નશામાં આ બાળા પર નજર બગાડીને કુકર્મ આચર્યું હતું.

ભોગ બનનાર બાળકીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જ્યા બાળકીની હાલત નાજુક જણાતા તેને રાજકોટ ખાતે રીફર કરવામાં આવી છે. પોલીસે હાલ આ મામલે સઘન તપાસ આદરી છે પોલીસે આરોપીને પણ સંકજામાં લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો